Gujarat

ખેડા જિલ્લાનું ધો-10 નું 56.47 ટકા પરિણામ : ગયા વર્ષ કરતાં 0.9 ટકા ઓછું

By GS Team
9 Jun 20202 mins read
This article was originally published on 9 Jun 2020
ખેડા જિલ્લાનું ધો-10 નું 56.47 ટકા પરિણામ : ગયા વર્ષ કરતાં 0.9 ટકા ઓછું

નડિયાદ, તા.9 જૂન 2020, મંગળવાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૦માં લેવાયેલ એસ.એસ.સી.ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ખેડા જીલ્લાનું ૫૬.૪૭ ટકા પરિણામ જાહેર થયું છે. ગત્ વર્ષ ની સ રખામણીએ આ વર્ષે ખેડા જિલ્લાનું ધો.૧૦ના  પરિણામમાં ૦.૯ ટકા ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે ખેડા જિલ્લાનું ધો. ૧૦નું પરિણામ ૫૭.૪૭ ટકા જાહેર થયુ હતું.  આજ રોજ ધો. ૧૦ એસ.એસ.સી.નું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓ તેમજ  વાલીઓએ ઈન્ટરનેટના માધ્યમથી પરિણામ નિહાળ્યું હતું. વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન અને વેબસાઈટના માધ્યમથી પોતાના પરિણામો પ્રાપ્ત કર્યા હતાં. ગત્ માર્ચ ૨૦૨૦માં જિલ્લામાં કુલ ૨૫,૫૮૭ વિદ્યાર્થીઓએ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા આપી  હતી. જેમાંથી ૧૪,૪૪૮ વિદ્યાર્થીઓ  ઉત્તીર્ણ થયા છે. જ્યારે ૧૧૧૩૯ વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા છે. જીલ્લામાં સૌથી વધુ પરિણામ રામોલ કેન્દ્રનું ૭૬.૨૨ ટકા અને સૌથી ઓછું ઉત્તરસંડા કેન્દ્રનું ૨૮.૮૬ ટકા પરિણામ આવ્યું છે. ઉપરાંત ૨૯ વિદ્યાર્થીઓ -૧ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. ગત વર્ષ માર્ચ-૨૦૧૯માં ધો. ૧૦ની બોર્ડની પરીક્ષાનું પરિણામ ૫૭.૩૭ ટકા આવ્યું હતું. જેની સરખામણીમાં આ વર્ષે ૦.૯ ટકા ઘટાડો પરિણામ જાહેર થયું છે.

ખેડા જિલ્લાનું છેલ્લાં પાંચ વર્ષનું પરિણામ

છેલ્લા પાંચ વર્ષમાં ખેડા જિલ્લાનું ધો. ૧૦નું પરિણામ જોતા ૨૦૧૬માં ૪૮.૮૪ આવ્યું હતું. જે ૨૦૧૭માં ૫૬.૮૦ એટલે કે ૭.૯૬ ટકાનો વધારો નોંધાયો હતો. જ્યારે ૨૦૧૮માં ૫૮.૨૭ એટલે કે ૨૦૧૮માં ૧.૪૭ ટકાનો વધારો નોંધાયો હતો. ૨૦૧૯માં ૫૭.૩૭ એટલે કે ૨૦૧૮ના  પરિણામ કરતા ૦.૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ચાલુ વર્ષ એટલે કે ૨૦૨૦માં ૫૬.૪૭ બોર્ડનું પરિણામ જાહેર થયું છે. જે  ૨૦૧૯ કરતા ૦.૯  ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

વર્ષ         પરિણામ

૨૦૧૬ ૪૮.૮૪

૨૦૧૭ ૫૬.૮૦

૨૦૧૮ ૫૮.૨૭

૨૦૧૯ ૫૭.૩૭

૨૦૨૦ ૫૬.૪૭

ખેડા સેન્ટરમાં પ્રથમ

ખેડાની એચ.એન્ડ.ડી પારેખ હાઈસ્કુલમાં ભણતી હિમા હિતેશકુમાર બ્રહ્મભટ્ટ ૯૯.૭૩ પર્સન્ટાઈલ રેન્ક મેળવી પ્રથમ નંબરે આવી છે. હિમા ખેડા તાલુકાની તમામ શાળામાં તેમજ ખેડા સેન્ટરમાં પ્રથમ સ્થાન મેળવી માતર બ્રહ્મભટ્ટ સમાજનું ગૌરવ વધાર્યું છે. આ પ્રસંગે એચ.એન્ડ ડી. પારેખ હાઈસ્કુલ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.