For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં અહીં એક જ પરિવારની 4 પેઢીના સભ્યોએ કર્યું મતદાન, જેમાં સૌથી વૃદ્ધ 102 વર્ષનાં

Updated: May 8th, 2024

ગુજરાતમાં અહીં એક જ પરિવારની 4 પેઢીના સભ્યોએ કર્યું મતદાન, જેમાં સૌથી વૃદ્ધ 102 વર્ષનાં

Lok Sabha Elections 2024 | આખા ગુજરાતની સાથે  વડોદરા લોકસભા બેઠક માટે ગ્ઈકાલે મતદાન થયું હતું. મતદાન જાગૃતિ માટે યોજાયેલા કાર્યક્રમોની અસર લોકો પર દેખાઈ  હતી અને આકરી ગરમીમાં પણ લોકો મત આપવા માટે પહોંચ્યા હતા.

શહેરના માંજલપુર વિસ્તારનો એક પરિવાર મતદાન મથક પર પહોંચ્યો ત્યારે બીજા મતદારોએ પણ આ પરિવારને બિરદાવ્યો હતો.તેનુ કારણ એ હતુ કે, આ પરિવારની ચાર પેઢી એક સાથે મત આપવા માટે પહોંચી હતી. આવુ ભાગ્યે જ જોવા મળતુ હોય છે.

આ પરિવારના સૌથી વયોવૃધ્ધ સદસ્ય સવિતાબેન શાહ 102 વર્ષના છે.  તેમની સાથે તેમની પુત્રી યોગીનીબેન, યોગીનીબેનના પુત્ર ધુ્રપલ શાહ અને ધુ્રપલ શાહના પુત્ર મિશિત શાહ પણ વોટિંગ કરવા માટે ગયા હતા.મિશિત શાહ 19 વર્ષનો છે અને તેણે આજે પહેલી વખત પોતાનો મત આપ્યો હતો.આમ દાદી સવિતાબેન અને પ્રપૌત્ર મિશિતે એક સાથે મત આપીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.

પરિવારે કહ્યુ હતુ કે, આ પ્રકારનો સુખદ સંયોગ સર્જાશે તેવુ કદાચ અમે વિચાર્યુ નહોતુ પણ અમે મત આપવાની ફરજ બજાવીને ખુશ છે.તેમાં પણ સવિતાબેને તો અત્યાર સુધી જેટલી પણ ચૂંટણી યોજાઈ છે તેમાં મત આપ્યો છે અને ક્યારેય એવુ બન્યુ નથી કે તેમણે મતદાન ના કર્યુ હોય.

Gujarat