જૂનાગઢ રેન્જ આઈજીની ટીમે સેટીંગ કરી રૂા.60 લાખનો દારૂ બારોબાર વેંચી માર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જૂનાગઢ : જૂનાગઢ રેન્જ આઈજીની ટીમે ગત તા.૮ના વંથલી નજીકથી દારૂ ભરેલો ટ્રક પકડયો હતો. જેમાં બીજા દારૂ ભરેલા ટ્રકની માહિતી મળી હતી. આ ટ્રકને પકડી તેની સામે કાર્યવાહી કરવાને બદલે ૬૦ લાખનો દારૂ બારોબાર વેંચી માર્યો હોવાનો અને બુટલેગરોના બદલે કોઈ સામાન્ય વ્યક્તિનું નામ ઘુસાડી દીધાનો વિસાવદરના ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે અને આ અંગે સ્ટેટ મોનિટરીંગ સેલના એસપીને લેખિતમાં ફરિયાદ કરી આ મામલે તપાસ અને જવાબદારો સામે પગલા લેવા માંગ કરી છે.
વંથલી નજીકથી જૂનાગઢ રેન્જ આઈજીની ટીમે બાતમીના આધારે પ૯.૪૯ લાખની કિંમતનો દારૂ ભરેલો ટ્રક પકડયો હતો. તેના ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરતા તેણે પોરબંદરના બોખીરા ગામના દેવા લાધા બુટલેગરે દારૂ મંગાવ્યો હોવાનું અને દારૂ ભરેલો વધુ એક ટ્રક પાછળ આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. રેન્જ પોલીસે બે ટ્રક પકડયા હતા. આ મામલે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બે ટ્રક પકડયા બાદ બુટલેગર દેવા લાધા વતી હેડકોન્સ્ટેબલ ક્રિપાલસિંહ નામના પોલીસકર્મીએ જૂનાગઢ રેન્જ પોલીસનો સંપર્ક કર્યો હતો અને તેની વચ્ચે સેટીંગ થયું હતું. જે મુજબ પોલીસે દારૂ ભરેલો ટ્રક પકડયો તેને છોડી મુકવાનો અને બીજા ટ્રકમાં રહેલ દારૂની પ૦૦ પેટી પોલીસે રાખી લેવાની અને બાકીની પેટીનો કેસ કરવાનો અને ફરિયાદમાં ક્યાંય દારૂ મંગાવનાર દેવા લાધાનું તેમજ દારૂ મોકલનાર રાજસ્થાનના શખ્સનું નામ નહી લખવા સેટીંગ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે રાત્રે એક ટ્રક છોડી દેવામાં આવ્યો હતો અને બીજો ટ્રક રેન્જ ઓફિસે લાવવામાં આવ્યો હતો. જેમાંથી દારૂની પેટીઓ જૂનાગઢના કૌશિક બઢ નામના વ્યક્તિને આપી હતી. તેણે જેતપુરના ઈભા કે ઈભો નામના શખ્સને ર૦૦ પેટી આપી હતી. તેમજ ઈકો કારમાં ભરીને ઉપલેટા ખાતે ક્રિપાલસિંહ નામના પોલીસકર્મીના ઓળખીતા બુટલેગરને ત્યાં ૩૦૦ પેટી રેન્જ પોલીસ દ્વારા મોકલવામાં આવી હતી. વિસાવદરના ધારાસભ્યએ આ મામલે સ્ટેટ મોનિટરીંગ સેલના એસપી મયુર ચાવડાને કરેલી ફરિયાદમાં કૌશિક બઢ નામના શખ્સના મોબાઈલ નંબર પણ આપ્યા છે.
વધુમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે, રેન્જ પોલીસે સેટીંગ કરી મુળ આરોપી દેવા લાધાનું નામ એફઆઈઆરમાં લખ્યું નથી પરંતુ ખાગેશ્રીના પ્રશાંત ગિરીશ વાઘેલા નામના વ્યક્તિનું નામ એફઆઈઆરમાં લખ્યું છે. આ અંગેની તપાસ કરતા પ્રશાંત વાઘેલા સામાન્ય આર્થિક સ્થિતિનો વ્યક્તિ છે. આ શખ્સ ૬૦ લાખ જેટલી માતબર રકમનો દારૂ મંગાવી શકે તેવી તેની કોઈ હેસીયત ન હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ દ્વારા જ વહિવટ કરી બુટલેગરોને દારૂ વેંચવામાં આવ્યાનો વિસાવદરના ધારાસભ્યએ ગંભીર આક્ષેપ કર્યો છે અને આ અંગે સ્ટેટ મોનિટરીંગ સેલના એસપીને તપાસ કરવાની માંગ સાથે પત્ર આપ્યો છે. ત્યારે હવે આ મામલે એસએમસી દ્વારા શું પગલા લેવામાં આવે છે એ જોવું રહ્યું. હાલ ધારાસભ્યના પોલીસ પરના આ ગંભીર આક્ષેપોથી પોલીસ બેડામાં ચકચાર વ્યાપી ગઈ છે.
રેન્જ પોલીસ સ્ટાફની શરૂઆતથી જ શંકાસ્પદ કામગીરી
જૂનાગઢ રેન્જ પોલીસે વંથલી નજીક રેડ પાડયાનો સમય ૯ઃર૦ આસપાસ હોવાનો ઉલ્લેખ કર્યો છે પરંતુ આ રેડ વહેલી સવારે પથી ૬ વાગ્યા આસપાસ પાડવામાં આવી હતી. વહેલી સવારે ગુનો બન્યો છતાં ૯ વાગ્યાનું પંચનામું જાહેર કર્યું હતું. આ ઉપરાંત દારૂ પકડાયા બાદ મુદ્દામાલ સ્થાનિક વંથલી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના બદલે જૂનાગઢ રેન્જ ઓફિસે લઈ જવામાં આવ્યો હતો. એફઆઈઆરમાં વંથલી પોલીસ સ્ટેશનનો રસ્તો સાંકડો હોવાથી જૂનાગઢ રેન્જ ઓફિસે લઈ જવાયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ રેન્જ ઓફિસનો ગેટ નાનો હોવાથી ટ્રક કચેરીમાં જઈ શક્યો ન હતો અને દારૂ ભરેલો ટ્રક રોડ પર પાર્ક કરી તેમાંથી દારૂ ઉતારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બુટલેગર અને સેટીંગબાજ પોલીસકર્મીનું સેટીંગ ખુલ્લું ન થાય તેવી કામગીરી
વિસાવદરના ધારાસભ્યએ જણાવ્યું હતું કે, જો રેન્જ પોલીસનો સ્ટાફ મુદ્દામાલ વંથલી પોલીસને સોંપે તો બુટલેગર દેવા લાધા અને સેટીંગ કરાવનાર પોલીસકર્મી ક્રિપાલસિંહનું સેટીંગ ખુલ્લું પડી જાય તેમ હતું આથી રેન્જ પોલીસે ટ્રાફિક અને ગેટ સાંકડો હોવાનું બહાનું કરી સ્થાનિક વંથલી પોલીસને મુદ્દામાલ સોંપવાને બદલે દારૂ ભરેલો ટ્રક જૂનાગઢ રેન્જ ઓફિસે લઈ જવામાં આવ્યો હતો. આ ઉપરાંત વંથલી પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલનો ટ્રક લઈ જતા પહેલા વંથલી પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરીમાં કોઈ નોંધ કરાવી ન હતી તેમજ સ્થાનિક પીઆઈને જાણ કરી ન હતી. સામાન્ય રીતે કોઈ એજન્સી દરોડો પાડે ત્યારબાદ તપાસ સ્થાનિક પોલીસને સોંપી દેવામાં આવે છે પરંતુ આ કિસ્સામાં રેન્જ પોલીસે તપાસ પણ પોતાની પાસે રાખી હતી. આ બાબત પણ શંકાસ્પદ છે.
ધારાસભ્યએ કરેલા આક્ષેપોમાં કોઈ તથ્ય નથી ઃ રેન્જ પીઆઈ
આ અંગે રેન્જ આઈજી ટીમના પીઆઈ વાય.બી. રાણાનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે, ધારાસભ્યએ કરેલા આક્ષેપોમાં




