Jamnagar

જામનગરમાં ચા આપવાની બાબતે બોલાચાલી બાદ પથ્થર વડે હુમલો, યુવકને પગમાં ફ્રેક્ચર

By GS Team
6 Oct 20261 min read
TukuTouch Logo
જામનગરમાં નાગનાથ સર્કલ પાસે ચાની લારી પર મોહસીન શેખે 65 વર્ષીય આમદભાઈ કુરેશીને પથ્થર મારતા પગમાં ફ્રેક્ચર થયું. 5મી રાત્રે ચા બનાવવામાં વાર લાગતા આરોપી ઉશ્કેરાઈ ગયો અને ગાળો ભાંડી. પુત્રએ રોકતા તેણે લારી પર અને આમદભાઈના પગે પથ્થર માર્યો. સિટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ચા આપવાની બાબતે બોલાચાલી બાદ પથ્થર વડે હુમલો, યુવકને પગમાં ફ્રેક્ચર

Jamnagar Crime : જામનગરના નાગનાથ સર્કલ પાસે ચાની લારી પર ચા આપવાની બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતાં એક શખ્સે પથ્થર વડે હુમલો કરી ચા લારીના સંચાલકને પગમાં ફ્રેક્ચર પહોંચાડ્યાની ફરિયાદ સીટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.
ગુલાબનગર વિસ્તારમાં રહેતા 65 વર્ષીય આમદભાઈ ઇબ્રાઈમભાઈ કુરેશીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.5ની રાત્રે તેઓ નાગનાથ સર્કલ પાસે પોતાની લારી પર ચા વેચતા હતા ત્યારે મોહસીન શેખ નામનો શખ્સ મોટરસાયકલ લારી સામે ઊભી રાખી ચા માગતો હતો. ચા બનવામાં થોડો સમય લાગશે તેમ કહેતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો.
ફરિયાદીના પુત્ર જાહીદે ગાળો નહીં આપવા જણાવતાં મોહસીન શેખે જમીન પરથી પથ્થર ઉપાડી લારી પર ફેંક્યો હતો અને બીજો પથ્થર ફરિયાદીના ડાબા પગમાં ઘૂંટણથી નીચેના ભાગે મારતાં ફ્રેક્ચર ઈજા થઈ હતી. ત્યારબાદ આરોપી મોટરસાયકલ લઈ નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 117(2), 125(બી), 352 તથા જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.