Jamnagar

જામનગર નજીક ઠેબા ગામે જૂની બોલાચાલીનો ખાર રાખી મહિલાને છરી મારી: જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલી હુમલો કરાયો

By GS Team
22 Nov 20262 mins read
TukuTouch Logo
જામનગરના ઠેબા ગામમાં નવા વર્ષના રામરામ કરવા ગયેલી મહિલા પર જૂની બોલાચાલીના કારણે છરી વડે હુમલો થયો. 10 નવેમ્બરના રોજ સાંજે લત્તાબેન ભટ્ટી તેમના ભાભીના ઘરે હતા ત્યારે હેમંત ગમારાએ દારૂ પીધેલી હાલતમાં આવી જ્ઞાતિ વિષયક અપશબ્દો બોલી છરી મારી. લત્તાબેનના જમણા હાથમાં 2 ટાંકા આવ્યા. પંચકોશી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક ઠેબા ગામે જૂની બોલાચાલીનો ખાર રાખી મહિલાને છરી મારી: જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલી હુમલો કરાયો

Jamnagar: જામનગર તાલુકાના ઠેબા ગામના હરિજનવાસમાં નવા વર્ષના રામરામ કરવા ભાભીના ઘરે ગયેલી મહિલાને જૂની બોલાચાલીનો ખાર રાખીને એક શખ્સે છરી મારી ઇજા પહોંચાડ્યાની ઘટના પોલીસમાં નોંધાઈ છે. એટલું જ નહીં, મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી અપશબ્દો બોલવામાં આવ્યા હતા. આ બનાવમાં મહિલાના જમણા હાથમાં છરી વાગતાં બે ટાંકા લેવા પડ્યા હતા.

આ બનાવ અંગે લાલપુર બાયપાસ નજીક પુષ્પનગરમાં રહેતાં લત્તાબેન ભાવેશભાઈ ભટ્ટી (ઉં.વ.36)એ ઠેબા ગામના હેમંત લખુભાઈ ગમારા સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત તા.10 નવેમ્બરના રોજ સાંજે લત્તાબેન નવા વર્ષના રામરામ કરવા ઠેબા ગામના હરિજનવાસમાં રહેતાં તેમનાં કુટુંબી ભાભી શારદાબેનના ઘરે ગયાં હતાં. તે વખતે પરિવારના અન્ય સભ્યો સાથે તેઓ ચા-પાણી પી રહ્યાં હતાં, ત્યારે સાંજના આશરે છ વાગ્યે ઠેબા ગામમાં રહેતો હેમંત ગમારા દારૂ પીધેલી હાલતમાં ત્યાં ધસી આવ્યો હતો.

આરોપીએ અગાઉ બપોરના સમયે બાયપાસ પાસે ફરિયાદીના ભત્રીજા પુનિત સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખીને તેની સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી અને પુનિત સહિત અન્ય સભ્યોને ગાળો ભાંડવા લાગ્યો હતો. આથી લત્તાબેને તહેવારનો દિવસ હોવાથી ગાળો નહીં બોલવા સમજાવતાં આરોપીએ તેમને જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહી પેન્ટના નેફામાંથી છરી કાઢી તેમના જમણા હાથમાં મારી દીધી હતી.

હુમલો કર્યા બાદ આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત લત્તાબેનને તેમના ભાભી અને ભત્રીજાએ તાત્કાલિક 108ની મદદથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં, જ્યાં તેમના જમણા હાથમાં બે ટાંકા લેવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પંચકોશી એ ડિવિઝન પોલીસે હેમંત લખુભાઈ ગમારા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(1), 352, 329(3), એટ્રોસિટી એક્ટની કલમ 3(2)(5-એ) તથા જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.