જામનગર નજીક ગ્રામ્ય વિસ્તારમાંથી રોયલ્ટી કે મંજૂરી વિના ખનીજ ભરેલા વાહનો અને બિનઅધિકૃત રેતીનો સટ્ટો પકડાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદાના માર્ગદર્શન મુજબ ખાણ-ખનીજ ચોરી તેમજ રોયલ્ટી, આધાર પુરાવો અથવા લેખિત મંજૂરી વિના ખનીજનું પરિવહન અને ગેરકાયદે ખનન કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
દરમિયાન અમરાપર ગામની નદી પાસે ગેરકાયદેસર રીતે રેતીનો સટ્ટો કરવામાં આવતો હોવાનું જણાતાં સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન એક ડમ્પરમાં ઓવરલોડ રેતી ભરેલી તેમજ એક લોડર વડે રેતીનું લોડિંગ કરવામાં આવતું હોવાનું જણાયું હતું. સ્થળ પર રોયલ્ટી, આધાર પુરાવો અથવા લેખિત મંજૂરી રજૂ કરવામાં આવી ન હતી. જેથી સમગ્ર મામલે ખાણ-ખનીજ વિભાગના અધિકારીને જાણ કરી કાર્યવાહી માટે સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા.
પોલીસે બિનઅધિકૃત રેતીનો સટ્ટો ઝડપી પાડી ખાણ-ખનીજ વિભાગને કાયદેસરની કાર્યવાહી માટે સોંપ્યો હતો. તેમજ જી.જે. 10 એક્સ 9681 નંબરનું ડમ્પર અને જી.જે. 12 સી.એમ. 8034 નંબરનું લોડર (રૂ.25,00,000) કબજે કરી લઈ
પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી માટે ખાણ-ખનીજ વિભાગને સોંપી આપ્યા છે.




