જામનગર શહેરમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ બે અલગ-અલગ કાર્યવાહી : બે શખ્સો દારૂ સાથે ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગર શહેરમાં પ્રોહિબિશન એક્ટના અસરકારક અમલ માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલી અલગ-અલગ કાર્યવાહીમાં સીટી 'બી' અને સીટી 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે શખ્સોને ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રથમ બનાવમાં સીટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડે ગુરુદ્વારા ચોકડી પાસે પુનીત હોટલ નજીક જાહેર સ્થળેથી સુમીત અશોકભાઈ આહુજા (ઉં.વ.30, રહે. ગુરુદ્વારા ચોકડી, જામનગર)ને ગેરકાયદેસર રીતે પાસ-પરમિટ વિના ભારતીય બનાવટની વિદેશી દારૂની ચાર બીયરની બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. આ અંગે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ), 116(બી) અને 81 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
બીજા બનાવમાં સીટી 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડે સમર્પણ સર્કલ નજીક મુરલીધર હોટલ પાસેથી વિજય લાલાભાઈ યાદવ (ઉં.વ.29, રહે. તિરુપતિ યોગેશ્વરધામ, જામનગર)ને પાસ-પરમિટ વિના ભારતીય બનાવટની "ઓફિસર્સ ચોઇસ પ્રાઇમ વ્હિસ્કી"ની ચાર સીલબંધ બોટલ, કિંમત રૂ.800 સાથે ઝડપી પાડ્યો હતો. આ અંગે પણ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ) અને 116(બી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
બંને બનાવોમાં પોલીસે દારૂનો જથ્થો કબજે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
છે.




