Jamnagar

જામનગરમાં વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા : રૂ.57,772નો મુદ્દામાલ કબજે

By GS Team
12 Aug 20261 min read
TukuTouch Logo
જામનગર શહેરના પંચેશ્વર ટાવર નજીકથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 2 શખ્સોને વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા છે. અજયસિંહ દેદા અને દિવ્યરાજસિંહ પરમાર પાસેથી 5 બોટલ દારૂ, 4 ચપલા અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 57,772.55 રૂપિયાનો જથ્થો જપ્ત કરાયો છે. સીટી ‘એ’ ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા : રૂ.57,772નો મુદ્દામાલ કબજે

Jamnagar Police : જામનગર શહેરના સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પંચેશ્વર ટાવર પાસે જાહેર રોડ પરથી વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, તા. 12 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે પંચેશ્વર ટાવર પાસે જાહેર રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન અજયસિંહ મનુભા દેદા (ઉં.વ. 32, રહે. ઈવા પાર્ક, જામનગર) અને દિવ્યરાજસિંહ નવનસિંહ પરમાર (ઉં.વ.30, રહે. રામેશ્વરનગર, જામનગર)ને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે બંને પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની સીલબંધ કાચની 5 બોટલ, કિંમત રૂ.7,372.55, તેમજ પ્લાસ્ટિકના 4 ચપલા, કિંમત રૂ.400, મળી કુલ દારૂનો જથ્થો કબજે કર્યો હતો.
આ ઉપરાંત પોલીસે એક જ્યુપિટર મોટરસાઇકલ, કિંમત રૂ.40,000 અને મોબાઇલ ફોન, કિંમત રૂ.10,000 સહિત કુલ રૂ.57,772.55નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ), 116(બી), 98(2) અને 81 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓએ એકબીજાની મદદગારીથી ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો રાખ્યો હોવાની બાબતે તપાસ હાથ ધરી છે.