Jamnagar

ભાણવડના પ્રોહિબિશન કેસના બે નાસતા ફરતા આરોપીઓ જામનગરમાંથી ઝડપાયા

By GS Team
31 Jul 20261 min read
TukuTouch Logo
જામનગર સિટી 'એ' ડિવિઝન પોલીસે દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં નોંધાયેલા પ્રોહિબિશનના 2 ગુનામાં વોન્ટેડ હિતેશ ઉર્ફે સાકીડો સોમાભાઈ (ઉં.33) અને નાજીર ઉર્ફે નાજલો નુરમામદભાઈ ધોધા (ઉં.27)ને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે બંનેને તેમના જામનગરના નિવાસસ્થાનેથી પકડી પાડી, ભાણવડ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાણવડના પ્રોહિબિશન કેસના બે નાસતા ફરતા આરોપીઓ જામનગરમાંથી ઝડપાયા

Jamnagar Police : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના બે ગુનાઓમાં નાસતા ફરતા બે આરોપીઓને જામનગર સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડી ભાણવડ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે બાતમીના આધારે ભાણવડ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં નાસતા ફરતા આરોપી હિતેષ ઉર્ફે સાકીડો સોમાભાઈ (ઉં. 33, રહે. સાધના કોલોની, જામનગર)ને તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની સામે જામનગર સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પ્રોહિબિશન કેસમાં નાસતા ફરતા આરોપી નાજીર ઉર્ફે નાજલો નુરમામદભાઈ ધોધા (ઉં. 27, રહે. શંકરટેકરી, જામનગર)ને પણ તેના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની સામે પણ જામનગર સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પકડાયેલા બંને આરોપીઓ ભાણવડ પોલીસ સ્ટેશનના ગુનાઓમાં વોન્ટેડ હોવાથી તેમની અટકાયત અંગે ભાણવડ પોલીસને જાણ કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી માટે આરોપીઓને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.