Jamnagar

જામનગર જિલ્લામાં જુગારના ત્રણ દરોડા : રોકડ રૂ.14,500થી વધુનો મુદ્દામાલ ઝડપાયો

By GS Team
24 Sep 20261 min read
TukuTouch Logo
જામનગર જિલ્લામાં પોલીસે જુગાર સામે ઝુંબેશ ચલાવી છે. જામજોધપુરના સીદસરમાં 4 જુગારી રૂ. 10,230 સાથે ઝડપાયા. કાલાવડ બસ સ્ટેન્ડ પાસે વરલી-મટકાનો જુગાર રમતો 1 ઝડપાયો, જેની પાસેથી રૂ. 120 મળ્યા. જામનગરના નારાયણનગરમાંથી વરલી-મટકાનો જુગાર રમાડતા 7 ઝડપાયા અને રૂ. 9,150નો મુદ્દામાલ કબજે કરાયો. પોલીસે ત્રણેય કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં જુગારના ત્રણ દરોડા : રોકડ રૂ.14,500થી વધુનો મુદ્દામાલ ઝડપાયો

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લામાં પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરી ત્રણ અલગ-અલગ સ્થળે દરોડા પાડી રોકડ રકમ તથા જુગારનો સામાન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જામજોધપુર પોલીસને સીદસર ગામની નવી સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સુનીલભાઇ છગનભાઇ સોલંકી, રમણીકભાઇ દેવાભાઇ ઝીઝુવાડીયા, ગોપાલભાઇ સામજીભાઇ ઝીઝુવાડીયા અને ભરતભાઇ ભીખુભાઇ ડાભીને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ગંજીપત્તા અને રોકડા મળી કુલ રૂ.10,230નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા કલમ 12 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
બીજા બનાવમાં કાલાવડ ટાઉન પોલીસે બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર વરલી મટકાના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમતા ઓસમાણભાઇ બસીરભાઇ આદમાણીને ઝડપી લીધો હતો. તેની પાસેથી વરલી મટકાના આંકડા લખેલી ચિઠ્ઠી, પેન અને રોકડા રૂ.120 મળી આવ્યા હતા.
જામનગરના ગુલાબનગર સામે નારાયણનગર વિસ્તારમાં સીટી-એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં સંજયભાઇ રામચંદ્રભાઇ જગદાણી વરલી મટકાના આંકડા લખી-લખાવી પૈસાની હારજીતનો જુગાર રમાડતા 7 ઝડપાયા હતા. તેની પાસેથી રોકડા રૂ.4,150, વરલી મટકાનો સામાન અને રૂ.5,000નો મોબાઇલ ફોન મળી કુલ રૂ.9,150નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે કપાત લેનાર કાસમભાઇ સતારભાઇ ગોરી ફરાર હોવાનું પોલીસ અહેવાલમાં જણાવાયું છે. ત્રણેય બનાવમાં પોલીસે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.