જામનગર જિલ્લામાં જુગારના ત્રણ દરોડા : 4 મહિલાઓ સહિત 12 શખ્સો ઝડપાયા, રૂ.17,610નો મુદ્દામાલ કબજે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે છેલ્લા 24 કલાક દરમિયાન મેઘપર (પડાણા), જોડીયા અને ધ્રોલ પોલીસ મથક વિસ્તારમાં ત્રણ સ્થળે દરોડા પાડી કુલ 12 શખ્સો સામે કાર્યવાહી કરી હતી. જેમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે ત્રણેય સ્થળેથી રોકડ રકમ અને ગંજીપત્તા મળી કુલ રૂ.17,610નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મેઘપર (પડાણા) પોલીસ મથકની હદમાં મોટી ખાવડી ગામના આંબાવાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે વિપુલભાઈ બોઘાભાઈ રાઠોડ (ઉ.વ.33), જયશ્રીબેન પ્રકાશભાઈ પરમાર (ઉ.વ.36), જલુબેન કાનાભાઈ પરમાર (ઉ.વ.72), જ્યોત્સનાબેન મનસુખભાઈ પરમાર (ઉ.વ.55) અને મુક્તાબેન પરષોતમભાઈ પરમાર (ઉ.વ.60) સામે કાર્યવાહી કરી હતી. જેમાં વિપુલભાઈ રાઠોડની ધરપકડ કરાઈ હતી, જ્યારે ચાર મહિલાઓને નોટિસ આપવામાં આવી હતી. સ્થળેથી રોકડા રૂ.12,800 તથા ગંજીપત્તા મળી કુલ રૂ.12,800નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
જોડીયા પોલીસ મથકની હદમાં બેરાજા ગામના બસ સ્ટેન્ડ પાસે પાદરમાં જાહેરમાં જુગાર રમતા ભરતસિંહ લાખાજી પરમાર (ઉ.વ.45) અને રાહુલભાઈ બાવાભાઈ ટોયટા (ઉ.વ.26) ઝડપાયા હતા. બંને પાસેથી રોકડા રૂ.2,410 તથા ગંજીપત્તા મળી કુલ રૂ. 2,410નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ધ્રોલ પોલીસ મથકની હદમાં લતીપર ગામના ખારાવાડ વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે જાહેર શેરીમાં જુગાર રમતા વિપુલભાઈ સવશીભાઈ વાધેલા (ઉ.વ.35), સુમિતભાઈ રમેશભાઈ વાધેલા (ઉ.વ.20), પ્રભાતભાઈ દેવાયતભાઈ કેશુર (ઉ.વ.41), પ્રવિણભાઈ ગગજીભાઈ વાધેલા (ઉ.વ.45) અને પ્રકાશભાઈ બટુકભાઈ વાધેલા (ઉ.વ.34) ઝડપાયા હતા. પોલીસે સ્થળેથી રોકડા રૂ.2,400 તથા ગંજીપત્તા મળી કુલ રૂ. 2,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ત્રણેય બનાવમાં પોલીસે જુગારધારા કલમ-12 હેઠળ ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









