જામનગરમાં સસ્તા અનાજના ઘઉંની ચોરીમાં ખરીદનાર વેપારી પણ ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગરના ગરીબનગર-પાણાખાણ વિસ્તારમાં આવેલા ઓશિયાનીક ગોડાઉનમાંથી સસ્તા અનાજના ઘઉંના 1,399 કટા, જેની કિંમત રૂ. 18.08 લાખ થાય છે, તેની ચોરીના પ્રકરણમાં પોલીસે તપાસ તેજ કરી છે. ચોરાઉ ઘઉં ખરીદનાર હાપા માર્કેટિંગ યાર્ડ નજીકના વેપારી અમરશી છગનભાઈ ભંડેરીને પણ સિટી-બી ડિવિઝન પોલીસે ઝડપી લેતાં આ પ્રકરણમાં ધરપકડનો આંકડો 6 પર પહોંચ્યો છે.
ગોડાઉનની છત પર પ્રકાશ માટે લગાવેલું ફાયબરનું પતરું ઊંચકાવી અલગ-અલગ સમયે ઘઉંના કટાની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા પુરવઠા વિભાગના નાયબ જિલ્લા મેનેજર અશોકકુમાર હરિભાઈ સુચકની ફરિયાદના આધારે અગાઉ પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો હતો.
હાલ વેપારી સહિત છ આરોપીઓ તા. 15 ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ પર છે. ચોરાયેલા ઘઉંનો જથ્થો કોને વેચવામાં આવ્યો હતો અને આ પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




