જામનગરમાં ખાનગી શિપિંગ કંપનીમાં નોકરીમાંથી છૂટા કરવાના મુદ્દે સુપરવાઇઝર પર હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગરના શ્રીજી શિપિંગ નજીક આવેલી ઓફિસમાં ઘૂસી એક શખ્સે સુપરવાઇઝરને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ દરમિયાન સુપરવાઇઝરના ખિસ્સામાંથી રૂ.1,200 કાઢી લઇ જવાની પણ ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદ મુજબ કંપનીમાંથી એક અઠવાડિયા અગાઉ 23 ડ્રાઇવરોને નોકરીમાંથી છૂટા કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. તેમાં આરોપી અજીમ સુમારીયાનું નામ હોવાથી તેણે આ બાબતનો ખાર રાખ્યો હતો. અગાઉ બે દિવસ પહેલાં તેણે ફરિયાદીને મા-બહેન સામે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
તા.2 ઓક્ટોબરે અજીમ સુમારીયા ફરિયાદીની ઓફિસે આવ્યો હતો અને ફરિયાદીના જમણા કાન પર જોરથી ઝાપટ મારી ઇજા કરી હતી. ત્યારબાદ ઝપાઝપી દરમિયાન ફરિયાદીના ખિસ્સામાંથી રૂ.1,200 કાઢી લઇ ભાગી ગયો હોવાની ફરિયાદ સીટી-બી ડિવિઝન પોલીસમાં નોંધાઇ છે.




