Jamnagar

કાલાવડ નજીક ખંઢેરા ગામે કેનાલ કાંઠે તીનપત્તીનો જુગાર રમતાં સાત શખ્સો ઝડપાયા

By GS Team
19 Jul 20261 min read
TukuTouch Logo
જામનગર: કાલાવડ ગ્રામ્ય પોલીસે ખંઢેરા ગામની સીમમાં કેનાલ કાંઠે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 7 શખ્સોને ઝડપી પાડ્યા છે. ખાનગી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી, સ્થળ પરથી રૂ. 16,200 રોકડ અને ગંજીપત્તાના પાના કબજે કર્યા. પોલીસે તમામ સામે ગુજરાત જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડ નજીક ખંઢેરા ગામે કેનાલ કાંઠે તીનપત્તીનો જુગાર રમતાં સાત શખ્સો ઝડપાયા

Jamnagar: કાલાવડ ગ્રામ્ય પોલીસે ખંઢેરા ગામની સીમમાં કેનાલ કાંઠે જાહેરમાં તીનપત્તી (રોન પોલીસ)નો જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 16,200ની રોકડ રકમ તથા ગંજીપત્તાના પાના કબજે કરી તમામ સામે ગુજરાત જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદ મુજબ પોલીસ કોન્સ્ટેબલ ભયપાલસિંહ મંગળસિંહ જાડેજા તથા પોલીસ સ્ટાફ પ્રોહિબિશન અને જુગાર અંગે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે ખંઢેરા ગામની કારા છીપરા સીમમાં સુખદેવસિંહ દિલીપસિંહ જાડેજાની વાડી નજીક કેનાલના કાંઠે ઝાડ નીચે જાહેરમાં કેટલાક ઇસમો ગોળ કુંડાળું વળી ગંજીપત્તાના પાનાથી પૈસાની હારજીતનો તીનપત્તી (રોન પોલીસ) જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ પંચોને સાથે રાખી પોલીસે દરોડો પાડતાં સાતેય શખ્સો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.

પોલીસે જયસુખભાઈ રતનગીરી ગોસ્વામી, સલીમભાઈ ઇસ્માઈલભાઈ ખીરા, પ્રવિણસિંહ પ્રતાપસિંહ જાડેજા, રાજુભાઈ લીંબાભાઈ અજાણ, ચંદ્રકાંતભાઈ લાભશંકરભાઈ જોષી, કુલદીપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને હીતેન્દ્રસિંહ મહોબતસિંહ જાડેજાની અટકાયત કરી લઈ તમામ પાસેથી કુલ રૂ. 16,200ની રોકડ રકમ અને ગંજીપત્તાના પાના કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.