Jamnagar

જોડિયાના લખતર ગામની સીમમાં રાજકોટ રેન્જની ક્રાઈમ ટીમનો જુગારધામ પર દરોડો : 8 શખ્સો ઝડપાયા, રોકડ સહિત રૂ.10.25 લાખનો મુદ્દામાલ જપ્ત

By GS Team
10 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરના જોડિયા તાલુકાના લખતર ગામની સીમમાં રાજકોટ રેન્જ ક્રાઈમ ટીમે મોડી રાત્રે જુગારધામ પર દરોડો પાડ્યો હતો. હેમરાજભાઈ ભાલોડીયાની વાડીમાં ચાલતા જુગારમાંથી 8 શખ્સો ઝડપાયા હતા. પોલીસે રોકડા, વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ ₹10.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 63 વર્ષીય હેમરાજભાઈને નોટિસ આપી, જોડિયા પોલીસે ગુનો નોંધ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

જોડિયાના લખતર ગામની સીમમાં રાજકોટ રેન્જની ક્રાઈમ ટીમનો જુગારધામ પર દરોડો   : 8 શખ્સો ઝડપાયા, રોકડ સહિત રૂ.10.25 લાખનો મુદ્દામાલ જપ્ત

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લખતર ગામની સીમમાં રાજકોટ રેન્જની ક્રાઈમ ટીમે ગત મોડી રાત્રે જુગારધામ પર દરોડો પાડી ગંજીપાનાથી જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ, વાહનો, મોબાઈલ ફોન સહિત કુલ રૂ.10.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રાજકોટ રેન્જની ક્રાઈમ ટીમને મળેલી બાતમીના આધારે તા.10 ઓગસ્ટના રોજ વહેલી સવારે આશરે 2:15 વાગ્યે લખતર ગામની સીમમાં આરોપી હેમરાજભાઈ ભાલોડીયાની વાડીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ હેમરાજભાઈએ પોતાના કબજાની વાડીએ બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી ગંજીપાનાના પાનાથી જુગાર રમાડી જુગારનો અખાડો ચલાવ્યો હતો.
દરોડા દરમિયાન જુગાર રમતા સુખાભાઈ મેધજીભાઈ ધેટીયા, કાન્તીભાઈ ગંગારામભાઈ સંતોકી, પ્રવીણભાઈ અમૃતભાઈ નીમાવત, જીગ્નેશભાઈ મોહનભાઈ નાગપરા, નીલેશભાઈ ગીરધરભાઈ ભીમાણી, અજયભાઈ મનજીભાઈ ગોદવાણી, નરભેરામ ટપુભાઈ ગડારા અને લાભુભારતી બચુભારતી ગોસાઈ મળી કુલ આઠ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.3,35,900, ગંજીપાનાના પાના, ત્રણ મોટરસાયકલ કિંમત રૂ.1 લાખ, એક ઇકો કાર કિંમત રૂ.5 લાખ તથા આઠ મોબાઈલ ફોન કિંમત રૂ.90 હજાર મળી કુલ રૂ.10,25,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કાર્યવાહીમાં આરોપી હેમરાજભાઈ શીવાભાઈ ભાલોડીયા ઉંમર 63 વર્ષના હોવાથી સિનિયર સિટિઝન તરીકે તેમને નોટિસ આપવામાં આવી હોવાનું પોલીસની ફરિયાદમાં નોંધાયું છે.
આ અંગે જોડિયા પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.