Jamnagar

જામનગર શહેર અને જામજોધપુરમાં જુગારના બે સ્થળે દરોડા : 11 જુગારીઓ ઝડપાયા , રૂ.22,600 રોકડ કબજે

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગર શહેર અને જામજોધપુરમાં પોલીસે જુગારના 2 દરોડા પાડી, જાહેરમાં તીનપત્તી રમતા કુલ 11 શખ્સોને ઝડપી લીધા હતા. ખરાવાડ વિસ્તારમાં અને શિવનગર-2માં થયેલી આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. 22,600 રોકડ અને ગંજીપત્તા કબજે કરી, જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર અને જામજોધપુરમાં જુગારના બે સ્થળે દરોડા : 11 જુગારીઓ ઝડપાયા , રૂ.22,600 રોકડ કબજે

Jamnagar Gambling Raid : જામનગર શહેર અને જામજોધપુરમાં પોલીસે જુગારના બે દરોડા પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કુલ 11 શખ્સોને ઝડપી લીધા હતા. બંને સ્થળેથી કુલ રૂ.22,600 રોકડ તથા ગંજીપત્તા કબજે કરી જુગારધારા કલમ 12 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામજોધપુર પોલીસે ખરાવાડ વિસ્તારમાં જનતા વોટરની સામે આવેલી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. દરમિયાન ગોળ કુંડાળું વળી ગંજીપત્તાનાં પાનાં વડે પૈસાની હારજીતનો જુગાર રમતા જામજોધપુરના અરવિંદભાઈ કાનજીભાઈ પરમાર, ભરતભાઈ ગભરૂભાઈ ઓળવીયા, રાજકોટના ભાવેશભાઈ રસિકભાઈ પરમાર, અનિલભાઈ કાન્તીભાઈ રાઠોડ અને ચંદુભાઈ મૂળજીભાઈ પરમાર ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી અલગ-અલગ રોકડ તથા જુગારના સ્થળેથી મળેલી રકમ મળી કુલ રૂ.10,250 રોકડ અને ગંજીપત્તા કબજે કર્યા હતા.
બીજા બનાવમાં જામનગરના શિવનગર-2 વિસ્તારમાં શેરી નં.1માં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમી મળતાં પોલીસે પંચોને સાથે રાખી દરોડો પાડ્યો હતો. જાહેરમાં જુગાર રમતા ગોકુલનગરના મનુભાઈ કરશનભાઈ ઓડીચ, જાવેદભાઈ સુલતાનભાઈ સિંધવાણી, લક્ષ્મણભાઈ સામતભાઈ પરમાર, રણજીતનગરના હસમુખભાઈ મોહનભાઈ જોગીયા, સરદારનગરના રત્નાભાઈ હરજીભાઈ કણજારીયા અને દ્વારકેશ શેરીના મુળજીભાઈ ભીમજીભાઈ ઠાકર મળી છ શખ્સો ઝડપાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મળેલી અલગ-અલગ રોકડ તથા જુગારના સ્થળેથી મળી આવેલી રૂ.800 સહિત કુલ રૂ.12,350 રોકડ અને ગંજીપત્તા કબજે કર્યા હતા. આ બનાવમાં મનુભાઈ, જાવેદભાઈ અને લક્ષ્મણભાઈની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે હસમુખભાઈ, રત્નાભાઈ અને મુળજીભાઈને કાયદેસરની નોટિસ આપી મુક્ત કરવામાં આવ્યા હતા.
આમ, જુગારના બંને દરોડામાં કુલ 11 શખ્સો સામે કાર્યવાહી કરી રૂ.22,600 રોકડ તથા ગંજીપત્તાનાં કબજે કરવામાં આવ્યા હતા.