Jamnagar

જોડિયામાં જુગારધામ પર દરોડો : 17 શખ્સ ઝડપાયા, રૂ.3.04 લાખ રોકડ સહિત રૂ.31.64 લાખનો મુદ્દામાલ કબજે

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગર એલસીબીએ જોડિયાના અંબાલા ગામે વાડીની ઓરડીમાંથી જુગારધામ ઝડપ્યું. પોલીસે ગંજીપત્તાથી હારજીતનો જુગાર રમતા 17 શખ્સોને દબોચી લીધા. સ્થળ પરથી 3,04,500 રોકડ, 18 મોબાઈલ, 5 મોટરસાઇકલ અને 3 ફોરવ્હીલર સહિત કુલ 31,64,500નો મુદ્દામાલ કબજે કરાયો. જોડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જોડિયામાં જુગારધામ પર દરોડો : 17 શખ્સ ઝડપાયા, રૂ.3.04 લાખ રોકડ સહિત રૂ.31.64 લાખનો મુદ્દામાલ કબજે

Jamnagar Gambling Raid : જોડિયા તાલુકાના અંબાલા ગામમાં વાડીની ઓરડીમાં ચાલતા જુગારના અખાડા પર એલસીબીની ટીમે દરોડો પાડી ગંજીપત્તાથી પૈસાની હારજીતનો જુગાર રમતા 17 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.3,04,500ની રોકડ, 52 ગંજીપત્તા, 18 મોબાઇલ ફોન, પાંચ મોટરસાઇકલ અને ત્રણ ફોરવ્હીલર મળી કુલ રૂ.31,64,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, જોડિયા પોલીસ મથક વિસ્તારમાં અંબાલા ગામે આરોપી નંબર-1ની વાડીની ઓરડીમાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે એલસીબીની ટીમે તા.10 સપ્ટેમ્બરના રોજ રાત્રિના એક વાગ્યાના અરસામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગંજીપત્તાના પાનાથી પૈસાની હારજીતનો જુગાર રમતા 17 શખ્સો ઝડપાઈ ગયા હતા.
પકડાયેલા શખ્સોમાં અંબાલા ગામના અનિરૂધ્ધસિંહ ઉર્ફે અનીભા દેવુભા જાડેજા, રાજેશભાઈ માણંદભાઈ ગરચર, ભાવેશભાઈ માણંદભાઈ ગરચર, ભરતભાઈ મેરામભાઈ ગરચર અને અનિરૂધ્ધસિંહ સહદેવસિંહ જાડેજા, દુધઈ ગામના ભાવેશભાઈ નારણભાઈ ડાંગર તથા કિશોરભાઈ માધવજીભાઈ ગાંગાણી ઉપરાંત મોરબી-રવાપર સહિતના વિસ્તારોના પારસભાઈ ઉર્ફે ભોલુ મુકેશભાઈ જારીયા બોરીચા, વિશાલભાઈ રાજેશભાઈ રાજદેવ, મેહુલભાઈ લાખાભાઈ જીલરીયા, જયદીપભાઈ ધનશ્યામભાઈ ભડાણીયા, જયદીપભાઈ મહેન્દ્રભાઈ લો, સૂર્યાભાઈ નાનજીભાઈ મિયાત્રા, સુમીતભાઈ વસંતભાઈ ગોધાણી, વિવેકભાઈ વિનોદભાઈ ગૌસ્વામી, અનિરૂધ્ધસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર અને વિશાલભાઈ હસમુખભાઈ ગાંભવાનો સમાવેશ થાય છે.
પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.3,04,500, મોબાઇલ ફોન નંગ 18ની કિંમત રૂ.6,60,000, પાંચ મોટરસાઇકલની કિંમત રૂ.2,00,000 તથા ત્રણ ફોરવ્હીલરની કિંમત રૂ.20,00,000 મળી કુલ રૂ.31,64,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે જોડિયા પોલીસ મથકમાં જુગારધારા કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.