Jamnagar

મહાત્મા ગાંધી જ્યંતી નિમિત્તે નશાબંધી સપ્તાહનો પ્રારંભ : જામનગરમાં વ્યસનમુક્તિના સંદેશ સાથે સાઇકલ યાત્રા યોજાઈ

By GS Team
2 Oct 20261 min read
TukuTouch Logo
જામનગરમાં નશાબંધી અને આબકારી વિભાગે નશાબંધી સપ્તાહનો પ્રારંભ કર્યો છે. ગાંધીભવન પાસેથી પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા સહિતના મહાનુભાવોએ 'નશામુક્ત ભારત – વ્યસનમુક્ત ગુજરાત'ના સંદેશ સાથે સાઇકલ યાત્રાને લીલી ઝંડી આપી. યાત્રામાં વિવિધ વર્ગના લોકો જોડાયા, જેનો હેતુ વ્યસનમુક્તિ માટે જનજાગૃતિ ફેલાવવાનો છે. સપ્તાહ દરમિયાન આવા અનેક કાર્યક્રમો યોજાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહાત્મા ગાંધી જ્યંતી નિમિત્તે નશાબંધી સપ્તાહનો પ્રારંભ : જામનગરમાં વ્યસનમુક્તિના સંદેશ સાથે સાઇકલ યાત્રા યોજાઈ

Jamnagar : જામનગરમાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમૃદ્ધ, સ્વચ્છ અને વ્યસનમુક્ત ગુજરાતના નિર્માણના સંદેશ સાથે સપ્તાહ દરમિયાન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
આ અંતર્ગત જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલા ગાંધીભવન પાસેથી આજે સવારે 8:30 કલાકે નશાબંધી સપ્તાહના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 'નશામુક્ત ભારત–વ્યસનમુક્ત ગુજરાત'ના સંદેશ સાથે સાઇકલ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સાઇકલ યાત્રાને પર્યાવરણ તથા વાહન વ્યવહાર મંત્રી પ્રવીણભાઈ માળી, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, જિલ્લા કલેક્ટર પરિમલ પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, શાસક પક્ષના નેતા અમર મોદી, દંડક પ્રવીણાબેન રૂપડીયા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
સાઇકલ યાત્રામાં વિવિધ વર્ગના લોકો જોડાયા હતા અને વ્યસનથી દૂર રહેવા તેમજ સમાજમાં નશાબંધી અને વ્યસનમુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. નશાબંધી સપ્તાહ દરમિયાન વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે.