Gandhinagar

ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવા હજુ વિલંબ થશે, 27 નવેમ્બરે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ નહીં થાય

By GS Team
26 Nov 20262 mins read
TukuTouch Logo
ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને મહત્વના સમાચાર છે. રાજ્ય ચૂંટણી આયોગે 27-11-2026ના રોજ પ્રસિદ્ધ થનારી આખરી મતદાર યાદી વહીવટી કારણોસર મુલતવી રાખી છે. મતદાર યાદીની ચકાસણી ચાલુ હોવાથી કાર્યક્રમમાં વિલંબ થશે. આથી, ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર થવામાં વધુ સમય લાગશે. આયોગના સચિવે જિલ્લા ચૂંટણી અધિકારીઓને પત્ર લખી જાણ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવા હજુ વિલંબ થશે, 27 નવેમ્બરે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ નહીં થાય
ફાઈલ તસવીર/IANS

Gujarat Gram Panchayat Election: રાજ્યમાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અગાઉના આયોજન મુજબ 27-11-2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થવાની હતી, પરંતુ વહીવટી કારણોસર આ યાદી જાહેર કરવાનું હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. જે કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં હજુ પણ મોડું થાય તેવી શક્યતાઓ વધી ગઈ છે.

સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો વધ્યો

રાજ્ય ચૂંટણી આયોગના સચિવ દ્વારા તમામ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરને પત્ર પાઠવી આ અંગે જાણ કરાઈ છે. આ પત્ર મુજબ, મતદાર યાદીની ચકાસણી અને સુધારણાની કામગીરી હજુ ચાલુ હોવાથી 27 નવેમ્બરે આખરી યાદી જાહેર થઈ શકશે નહીં, જેના પગલે સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો વધ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ચર્ચાઓ શરૂ થઈ છે. સૂત્રો મુજબ આ કામગીરી પૂર્ણ થતાં હજુ એકાદ અઠવાડિયું લાગી શકે તેમ હોવાથી, આગામી સાત દિવસમાં નવી યાદી જાહેર થવાની પૂરી સંભાવના છે.

1001396684.jpeg

કઈ ગ્રામ પંચાયતમાં ચૂંટણી?

આ યાદીમાં 31-03-2027 સુધીમાં મુદત પૂરી થતી કે થયેલી ગ્રામ પંચાયતો, 17-10-2026 સુધી વિભાજનથી નવી બનેલી ગ્રામ પંચાયતો (2011ની વસ્તી ગણતરી મુજબના વોર્ડ સીમાંકન આધારે), 17-10-2026 સુધી વિસર્જન થયેલી મધ્યસત્ર ચૂંટણીવાળી પંચાયતો તેમજ 17-10-2026 સુધી ખાલી પડેલી વોર્ડ કે સરપંચની બેઠકોની પેટા ચૂંટણી માટેની મતદાર યાદીનો સમાવેશ થાય છે.

આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ નવી તારીખ હવે જાહેર કરાશે

ચૂંટણીના નિયમો અનુસાર આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ જ ચૂંટણીની તારીખોની જાહેરાત થાય છે. આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ અંગેની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે, જેના કારણે ચૂંટણી કાર્યક્રમમાં થનારા વિલંબથી ઉમેદવારોએ હજુ થોડી વધુ રાહ જોવી પડશે.