Jamnagar

જામનગર શહેર અને જીલ્લામાં જયા પાર્વતીના જાગરણની રાત્રે જુગારના 5 અડ્ડા પર પોલીસના દરોડા : બે મહિલા સહિત 16 જુગારિયા ઝડપાયા

By GS Team
1 Aug 20262 mins read
TukuTouch Logo
જયા પાર્વતીના જાગરણની રાત્રે જામનગરમાં પોલીસે પાંચ સ્થળોએ જુગારના અડ્ડા પર દરોડા પાડ્યા હતા. ગણપતનગર, દરેડ GIDC, દરેડ ગામ અને સંગમબાગ વિસ્તારમાંથી 2 મહિલા સહિત 16 જુગારિયાઓની અટકાયત કરાઈ હતી. પોલીસે કુલ 45,905 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર અને જીલ્લામાં જયા પાર્વતીના જાગરણની રાત્રે જુગારના 5 અડ્ડા પર પોલીસના દરોડા : બે મહિલા સહિત 16 જુગારિયા ઝડપાયા

Jamnagar Gambling Raid : જયા પાર્વતીના જાગરણની રાત્રે જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા જુગાર વિરોધી ઝુંબેશ ચલાવી પાંચ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. ગણપતનગર, દરેડ જીઆઈડીસી, દરેડ ગામ તથા સંગમબાગ વિસ્તારમાં જાહેરમાં ચાલતા તીનપત્તી અને એકી-બેકીના જુગારનો પર્દાફાશ કરી બે મહિલા સહિત કુલ 16 જુગારિયાઓની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે તમામ સ્થળોએ મળી કુલ રૂ.45,905નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ અલગ-અલગ ગુના નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગણપતનગરના આરો બિલ્ડિંગ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી 'સી' ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્કોડે દરોડો પાડી ખેતશીભાઈ જીણાભાઈ પરમાર, રાજુ જેન્તીભાઈ સોલંકી, અર્જુનભાઈ પરસોતમભાઈ સોલંકી, મધુબેન પરસોતમભાઈ સોલંકી અને જીવીબેન વિજયભાઈ સિંગરખીયાને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ, ૫૨ ગંજીપત્તાના પાનાં તથા એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ.10,950નો મુદ્દામાલ કબજે કરી જાહેર જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.
પંચકોશી 'એ' ડિવિઝન પોલીસે દરેડ જીઆઈડીસીના શિવમ પાર્ક શેરી નં.4 પાસે જાહેરમાં ચાલતા તીનપત્તીના જુગાર પર દરોડો પાડી મુખ્યાઝ માસુક અલી, મોહસીન શાકીર અંસારી અને ઝાકીર બાદુલી હુસેનને ઝડપી પાડ્યા હતા. ત્રણેય હાલ દરેડમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે રૂ.11,200ની રોકડ તથા ગંજીપત્તાના પાનાં કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
પંચકોશી 'બી' ડિવિઝન પોલીસે દરેડ ગામે મુરલીપર પેટ્રોલપંપ પાછળ જાહેરમાં રમાતા તીનપત્તીના જુગાર પર દરોડો પાડી શાકીર સમીર શાહ, અરુણકુમાર નરેન્દ્રકુમાર શોધે અને રાજકુમાર ઉર્ફે ભોલા વિપાલસિંગ લોધને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.3,450ની રોકડ તથા ગંજીપત્તા કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
સીટી 'એ' ડિવિઝન પોલીસે સંગમબાગ પાસે સાધના કોલોની પહેલાં આવેલા ઢાળિયા નજીક ભારતીય ચલણી નોટોના નંબર ઉપર રમાતા એકી-બેકીના જુગારનો પર્દાફાશ કરી જગદીશ ઉર્ફે બાટવા વિષ્ણુભાઈ ગજરા અને સુનીલ ફેડુમલ નાગરાણીને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને પાસેથી કુલ રૂ.10,155નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો અને બી.એન.એસ.એસ.ની જોગવાઈ મુજબ નોટિસ આપી મુક્ત કર્યા હતા.
સીટી 'એ' ડિવિઝન પોલીસની અન્ય એક કાર્યવાહીમાં પણ સંગમબાગ વિસ્તારમાં જાહેરમાં ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમાડતા જગદીશ ઉર્ફે બાટવા વિષ્ણુભાઈ ગજરા અને સુનીલ ફેડુમલ નાગરાણી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કુલ રૂ.10,155નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.