જામનગર શહેરમાં જુગારના બે સ્થળે પોલીસના દરોડા : 9 મહિલાઓ સહિત 12 શખ્સો ઝડપાયા, રૂ.23,190નો મુદ્દામાલ કબજે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામનગર શહેરમાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી જુગારના બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી 9 મહિલાઓ સહિત કુલ 12 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસની બંને કાર્યવાહીમાં કુલ રૂ.23,190 રોકડ રકમ તથા ગંજીપત્તાના પાના સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
સીટી-સી ડિવિઝન પોલીસનો દરોડો : ત્રણ શખ્સ ઝડપાયા
જામનગરની સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે તા. 11 ઓગસ્ટના રોજ સાંજના સમયે કાર્યવાહી કરી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની લેતી-દેતી કરી હારજીતનો તીનપત્તીનો જુગાર રમાતો હોવાની માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં (1) હિતેષભાઈ ગોવિંદભાઈ મકવાણા (ઉ.વ. 35, રહે. શંકરટેકરી વલ્લભનગર), (2) પૃથ્વીરાજસિંહ પ્રવીણસિંહ જાડેજા (ઉ.વ.19, રહે. દી.પ્લોટ, કેળાની વખાર પાસે) અને (3) કિશનભાઈ તુલસીભાઈ પરમાર (ઉ.વ. 28, રહે. દી.પ્લોટ, ગણેશવાસ, જામનગર) ઝડપાયા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.7,500 તથા ગંજીપત્તાના ૫૨ પાના કબજે કર્યા હતા. આ અંગે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
મંગલધામ સોસાયટીમાં 9 મહિલાઓ જુગાર રમતાં ઝડપાઈ
જામનગરના સિટી-એ ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે મંગલધામ સોસાયટીમાં મોબાઇલ ટાવર પાસે આવેલા જાહેર શેડમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતી 9 મહિલાઓને ઝડપી લીધી હતી.
પોલીસના દરોડા દરમિયાન જનકબા સોઢા, ચંદનબેન ચાન્દ્રા, ગીતાબેન ચાન્દ્રા, રાની કુમારી ઉર્ફે રિદ્ધીબેન ચોવટીયા, મંજુબેન હરવરા, રમાબેન ગુજરાતી, ભાવનાબેન વશીયર, મનીષાબેન ચાન્દ્રા અને રવિનાબેન પ્રસાદ ઝડપાઈ હતી.
આ મહિલાઓ પાસેથી તથા જુગારના સ્થળેથી કુલ રૂ.15,690 રોકડા અને ગંજીપત્તાના પાના પોલીસે કબજે કર્યા હતા. આ અંગે જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તમામ મહિલાઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(3) મુજબ નોટિસ આપી સ્થળ પર જ મુક્ત કરવામાં આવી હતી.
આમ, જામનગર શહેરમાં જુગારના બે અલગ-અલગ સ્થળે કરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ 12 શખ્સો ઝડપાયા હતા અને પોલીસે કુલ રૂ.23,190 રોકડા તથા ગંજીપત્તાના પાના કબજે કર્યા હતા.









