Jamnagar

જામજોધપુર નજીક પરડવા ગામે લીમડાના ઝાડ નીચે ચાલતી 'તીન પત્તી'ની જુગાર મહેફિલ પર પોલીસનો દરોડો, 3 મહિલાએ સાથે નવ જુગારીઓ ઝડપાયા

By GS Team
21 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરના જામજોધપુર તાલુકાના પરડવા ગામે લીમડાના ઝાડ નીચે જાહેરમાં ચાલતી જુગારની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે 3 મહિલાઓ સહિત 9 જુગારીઓને ઝડપી પાડી, સ્થળ પરથી 11,720 રોકડા અને ગંજીપત્તાના પાના કબજે કર્યા હતા. જામજોધપુર પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામજોધપુર નજીક પરડવા ગામે લીમડાના ઝાડ નીચે ચાલતી 'તીન પત્તી'ની જુગાર મહેફિલ પર પોલીસનો દરોડો, 3 મહિલાએ સાથે નવ   જુગારીઓ ઝડપાયા

Jamnagar: જામજોધપુર તાલુકાના પરડવા ગામે જાહેરમાં લીમડાના ઝાડ નીચે ચાલી રહેલી જુગારની મહેફિલ પર જામજોધપુર પોલીસે દરોડો પાડી ૩ મહિલાઓ સહિત 9 વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના બાવન પાના તેમજ રોકડા રૂ. 11,720નો મુદામાલ કબજે કરી જુગારધારાની કલમ 12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પરડવા ગામની ભાણપર સોસાયટી વિસ્તારમાં રામભાઈ ગાંગડિયાના ઘરની બહાર આવેલા લીમડાના ઝાડ નીચે કેટલાક લોકો જાહેરમાં ગંજીપત્તાના પાનાં વડે ‘તીન પત્તી રોન પોલીસ’ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા હોવાની માહિતીના આધારે જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 9 વ્યક્તિઓને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં સવજીભાઈ રૂડાભાઈ વિંઝુડા, પરેશભાઈ વલ્લભભાઈ કટારિયા, ઇસ્માઈલભાઈ મામદભાઈ જખરાણી, રામભાઈ બાબુભાઈ ગાંગડિયા, બાવનજીભાઈ મંગાભાઈ ભટાસણીયા, વિશાલ ગોવિંદભાઈ ગુજરાતી, જલ્પાબેન રામભાઈ ગાંગડિયા, હંસાબેન મુકેશભાઈ ગુજરાતી અને શોભનાબેન દેવાભાઈ ગુજરાતીનો સમાવેશ થાય છે.

પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના પાનાં તથા રોકડા રૂ. 11,720 મળી કુલ એટલા જ મૂલ્યનો મુદામાલ કબજે કર્યો હતો. આ અંગે પોલીસ કોન્સ્ટેબલ વલ્લભભાઈ માલદેભાઈ ભાટુની ફરિયાદના આધારે એએસઆઈ એસ. આર. પરમારની રૂબરૂમાં જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.