Jamnagar

જામનગરના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો

By GS Team
10 Sep 20261 min read
TukuTouch Logo
જામનગર LCBના પેરોલ ફર્લો સ્કવોડે લાંબા સમયથી પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી લાલજીભાઈ ઉર્ફે લાલો ભાનુશાળી નરશીભાઈ મંગે (રહે. દિ. પ્લોટ, જામનગર)ને ઝડપી પાડ્યો છે. ગુલાબનગર આહીર સમાજવાડી પાસેથી બાતમીના આધારે પોલીસે તેને પકડી પાડી, સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને કાયદેસરની કાર્યવાહી માટે સોંપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો

Jamnagar Police : જામનગર શહેરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને જામનગર એલસીબીના પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો છે.
એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર વી.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ.વી.ભાટીયા તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન સ્કવોડના કર્મચારીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગુલાબનગર આહીર સમાજવાડી પાસે તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ), 116(બી) અને 81 મુજબના ગુનામાં ફરાર આરોપી લાલજીભાઈ ઉર્ફે લાલો ભાનુશાળી નરશીભાઈ મંગે (રહે. દિ. પ્લોટ, શેરી નં. 54, વિશ્રામવાડી, જામનગર) મળી આવ્યો હતો.
પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.