Jamnagar

જામજોધપુર પંથકના પવનચક્કીના કોપર વાયરની ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો

By GS Team
10 Sep 20261 min read
TukuTouch Logo
જામનગર LCB પોલીસે શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પવનચક્કીના કોપર વાયર ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી અજય ધીરુભાઈ સોલંકીને ઝડપી પાડ્યો છે. LCBની એસ્કોન્ડર-પેરોલ ફર્લો સ્કવોડે ગુરુદ્વારા ચોકડી પાસેથી ચોક્કસ બાતમીના આધારે ધોરાજીના આરોપીને પકડી પાડ્યો. તેને આગળની કાર્યવાહી માટે શેઠવડાળા પોલીસને સોંપવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામજોધપુર પંથકના પવનચક્કીના કોપર વાયરની ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો

Jamnagar Police : જામનગર જિલ્લાના શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીના કોપર વાયરની ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને જામનગર એલસીબીના એસ્કોન્ડર-પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો છે.
એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસ્કોન્ડર-પેરોલ ફર્લો સ્કવોડના ઈન્ચાર્જ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન સ્કવોડની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગુરુદ્વારા ચોકડી પાસે તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 305(એ), 331(2), 331(3) તથા 331(4) મુજબના ગુનામાં ફરાર આરોપી અજય ધીરુભાઈ સોલંકી (રહે. ધોરાજી, રાજકોટ) મળી આવ્યો હતો. પોલીસે તેને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે શેઠવડાળા પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.