Jamnagar

જામનગરમાં દર્દનાક દુર્ઘટના : કાર પલટી જતા એક જ પરિવારના 2 લોકોના મોત

By GS Team
10 Nov 20261 min read
TukuTouch Logo
જામનગર નજીક અલીયાબાડા પાટિયા પાસે ઈકો કાર પલટી મારી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 17 વર્ષીય માનસીબા જાડેજા અને કૈલાશબા જાડેજાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. કારમાં સવાર અન્ય 6 મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડાયા હતા. પંચકોષી-એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં દર્દનાક દુર્ઘટના : કાર પલટી જતા એક જ પરિવારના 2 લોકોના મોત

Jamnagar Eeco Car Accident : નવા વર્ષના ઉત્સાહ વચ્ચે જામનગર નજીક એક અત્યંત દર્દનાક દુર્ઘટના સામે આવી છે. જામનગર-અલીયાબાડા પાટિયા પાસે એક ઈકો કાર અચાનક પલટી મારી જતાં જાડેજા પરિવાર માટે ઉત્સવનો દિવસ માતમમાં ફેરવાઈ ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર 17 વર્ષીય માનસીબા જાડેજા અને કૈલાશબા જાડેજાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખસેડાયા

દુર્ઘટનાગ્રસ્ત ઇકો કારમાં કુલ 8 લોકો સવાર હતા. અકસ્માતની તીવ્રતા એટલી વધુ હતી કે વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું અને ચીસાચીસ મચી ગઈ હતી. ઘટના બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

પંચકોષી-એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી

નવા વર્ષના પાવન અવસરે જ વ્હાલસોયી દીકરી સહિત પરિવારના બે સભ્યો ગુમાવતાં જાડેજા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. બનાવની જાણ થતાં જ પંચકોષી-એ ડિવિઝન પોલીસ મથકનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અકસ્માતના ચોક્કસ કારણો જાણવા કાયદેસરની આગળની કાર્યવાહી શરૂ કરી છે.