Jamnagar

જામનગર શહેરમાં બે દિવસમાં ખાણ-ખનિજ વિભાગની તવાઈ : 5 ડમ્પર જપ્ત, રૂ.1.80 કરોડનો મુદ્દામાલ કબજે

By GS Team
10 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરમાં ખાણ-ખનિજ વિભાગે ગેરકાયદે ખનિજ વહન સામે મોટી કાર્યવાહી કરી છે. ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી ઢીંચડા રોડ અને દરેડ GIDC વિસ્તારમાં તપાસ કરાઈ હતી. બે દિવસમાં કુલ 5 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં આશરે ₹1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસને સુપરત કરાયો છે. વિભાગે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરમાં બે દિવસમાં ખાણ-ખનિજ વિભાગની તવાઈ : 5 ડમ્પર જપ્ત, રૂ.1.80 કરોડનો મુદ્દામાલ કબજે

Jamnagar News : જામનગર જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની સૂચના હેઠળ ખાણ-ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદે અને બિનઅધિકૃત ખનિજ વહન સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન બે દિવસમાં કુલ પાંચ ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં કુલ આશરે રૂ.1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
તા.9 સપ્ટેમ્બરના રોજ ભૂસ્તરશાસ્ત્રી, જામનગરની સૂચનાથી ઢીંચડા રોડ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સિલિકા સેન્ડ ખનિજનું બિનઅધિકૃત રીતે વહન કરતા કુલ ત્રણ ડમ્પર મળી આવતા તેને જપ્ત કરવામાં આવ્યા હતા. ત્રણેય ડમ્પરની અંદાજિત કિંમત સહિત કુલ રૂ.1.20 કરોડનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે જામનગર સીટી-સી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત તા.8 સપ્ટેમ્બરના રોજ દરેડ જીઆઈડીસી વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન બ્લેકટ્રેપ ખનિજનું ઓવરલોડ પરિવહન કરતા બે ડમ્પર ઝડપાયા હતા. બંને ડમ્પર સહિત આશરે રૂ.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પંચકોશી-બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે કબજો સોંપવામાં આવ્યો હતો.
આમ, ખાણ-ખનિજ વિભાગ દ્વારા માત્ર બે દિવસમાં કુલ પાંચ ડમ્પર ઝડપી પાડી આશરે રૂ.1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ખાણ-ખનિજ વિભાગ દ્વારા નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.