Jamnagar

જામનગરમાં મોબાઇલની દુકાનમાં બીયરનો જથ્થો રાખી વેચાણ કરતો શખ્સ ઝડપાયો : રૂ.1,350ની બીયરની 15 બોટલ કબજે

By GS Team
19 Sep 20261 min read
TukuTouch Logo
જામનગર પોલીસે ખોડિયાર કોલોની, દિગ્જામ સર્કલ નજીક આવેલી અંજલી મોબાઈલની દુકાનમાં દરોડો પાડ્યો હતો. દુકાનદાર નરેન્દ્રસિંહ સુરૂભા જેઠવા (ઉ.વ.54) પાસેથી ગેરકાયદેસર રીતે વેચાણ માટે રાખેલ 15 બીયરની બોટલો મળી આવી હતી. પોલીસે રૂ.1,350નો મુદ્દામાલ જપ્ત કરી નરેન્દ્રસિંહ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં મોબાઇલની દુકાનમાં બીયરનો જથ્થો રાખી વેચાણ કરતો શખ્સ ઝડપાયો : રૂ.1,350ની બીયરની 15 બોટલ કબજે

Jamnagar Police : જામનગર શહેરના ખોડિયાર કોલોની દિગ્જામ સર્કલ પાસે આવેલી મોબાઇલની દુકાનમાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે સીટી-સી ડિવિઝન પોલીસે દરોડો પાડી એક શખ્સને ઝડપી લીધો હતો.
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસ સ્ટાફે બે પંચોને સાથે રાખી દિગ્જામ સર્કલ પાસે આવેલી અંજલી મોબાઇલની દુકાનમાં દરોડો પાડ્યો હતો. દરમિયાન દુકાનમાં હાજર નરેન્દ્રસિંહ સુરૂભા જેઠવા (ઉ.વ.54, રહે. પટેલ કોલોની શેરી નં.6, મોમાઈ ગરબી ચોક પાસે, જામનગર) મળી આવ્યો હતો.
પોલીસે પંચોની હાજરીમાં દુકાનની તપાસ કરતાં ભારતીય બનાવટની બીયરની કંપનીની શીલબંધ બોટલો મળી આવી હતી. જેમાં બીયરની 500 એમએલની કુલ 15 બોટલ, કિંમત રૂ.90 પ્રતિ બોટલ મુજબ કુલ રૂ.1,350નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
આ બીયરનો જથ્થો રાખવા અંગે નરેન્દ્રસિંહ પાસે પાસ-પરમીટ માંગતા તેણે ન હોવાનું જણાવતાં પોલીસે સમગ્ર જથ્થો કબજે કર્યો હતો. દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચાણના હેતુથી રાખી ઝડપાઈ જતાં પોલીસે નરેન્દ્રસિંહ જેઠવા સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ), 116(બી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીની ધોરણસર ધરપકડ પણ કરી હતી.