Jamnagar

જામનગરના નવાગામ ઘેડમાં મકાનમાંથી રૂ.23,100નો દારૂ ઝડપાયો : 72 ચપલા વિદેશી દારૂ અને 12 બીયરના ટીન કબજે

By GS Team
10 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં પોલીસે રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. સિટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે જય રમેશભાઈ ચાવડાના મકાનમાંથી રૂ.23,100નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો. જોકે, દરોડા દરમિયાન આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી તેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના નવાગામ ઘેડમાં મકાનમાંથી રૂ.23,100નો દારૂ ઝડપાયો : 72 ચપલા વિદેશી દારૂ અને 12 બીયરના ટીન કબજે

Jamnagar Liquor Raid : જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂ.23,100ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો કબજે કર્યો હતો. જોકે પોલીસની રેડ દરમિયાન મકાન માલિક હાજર મળી આવ્યો ન હતો અને આરોપી ફરાર થઈ ગયો હતો.
સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડને મળેલી બાતમીના આધારે તા.10 સપ્ટેમ્બરના વહેલી સવારે નવાગામ ઘેડના માડમ ફળી વિસ્તારમાં જય રમેશભાઈ ચાવડાના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 72 ચપલા, કિંમત રૂ.21,600 તથા બીયરના 12 ટીન, કિંમત રૂ.1,500 મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.23,100નો મુદામાલ કબજે કર્યો હતો.
પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપી જય રમેશભાઈ ચાવડા (રહે. નવાગામ ઘેડ, માડમ ફળી, જામનગર) હાજર મળી આવ્યો ન હતો. આથી તેની સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ) અને 116(બી) હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.