Jamnagar

GSTની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો 28મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

By GS Team
25 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરમાં બ્રાસ ઉદ્યોગકારોને GST નોટિસોથી પડતી મુશ્કેલીઓના કાયમી ઉકેલ માટે 28 સપ્ટેમ્બરે ઉદ્યોગો બંધ રાખી વિરોધ કરાશે. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન સહિતના સંગઠનો સવારે 10 વાગ્યે મૌન સ્કૂટર-બાઈક રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે. GST કાયદાની જટિલતાઓમાં ફેરફાર કરી સ્પષ્ટ નીતિ બનાવવાની રજૂઆત કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

GSTની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો 28મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

Jamnagar News : જામનગરના બ્રાસ ઉદ્યોગકારોને જીએસટી વિભાગ દ્વારા આપવામાં આવેલી નોટિસો તેમજ જીએસટી કાયદાની જટિલતાઓના કારણે પડી રહેલી મુશ્કેલીઓના કાયમી અને વ્યવહારુ ઉકેલની માંગ સાથે જામનગરના ઉદ્યોગ સંગઠનો દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.28 સપ્ટેમ્બરના રોજ એક દિવસ માટે ઉદ્યોગો બંધ રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.
જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા જીઆઈડીસી પ્લોટ/શેડ હોલ્ડર્સ એસોસિએશન ફેઝ-2ના સંયુક્ત ઉપક્રમે તા.28 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન ખાતેથી શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે મૌન સ્કૂટર-બાઈક રેલી યોજાશે. રેલીમાં જોડાયેલા ઉદ્યોગકારો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જીએસટી સંબંધિત પ્રશ્નોના ૨૮ેલ માટે આવેદનપત્ર પાઠવશે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, જીએસટી કાયદાની જટિલતાઓ તથા વિવિધ નોટિસોના કારણે પ્રામાણિક કરદાતાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રશ્નોના નિવારણ માટે જીએસટી કાયદામાં જરૂરી ફેરફારો કરી સ્પષ્ટ નીતિ અને માર્ગદર્શિકા બનાવવામાં આવે તેવી રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવશે.
જામનગરના વેપાર-ઉદ્યોગ જગત સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓને તેમના સભ્યોને તા.28મીએ ફરજિયાત ઉદ્યોગ બંધ રાખવા તેમજ મૌન સ્કૂટર-બાઈક રેલીમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરવામાં આવી છે. આ આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાઓ પાસેથી લેખિત સમર્થન આપવા પણ વિનંતી કરવામાં આવી છે.