For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જામનગરની SOG શાખાનું 'નો ડ્રગ્સ ઇન જામનગર' અભિયાન હાથ ધરાયું : બે કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત

Updated: Apr 18th, 2024

જામનગરની SOG શાખાનું 'નો ડ્રગ્સ ઇન જામનગર' અભિયાન હાથ ધરાયું : બે કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સોની અટકાયતimage : Freepik

No Drugs in Jamnagar : જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારાનો ડ્રગ્સ ઇન જામનગર અભિયાન શરૂ કર્યું છે, જેના અનુસંધાને એસ.ઓ.જી. ની ટુકડીએ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર વોચ ગોઠવી નશીલા પદાર્થ બે કિલો જેટલા ગાંજાના જથ્થા સાથે ધ્રોળ અને જામનગર તરફ આવી રહેલા બે શખ્સોને અટકાયતમાં લઈ લીધા છે, અને તેઓ પાસેથી બે કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે કરી લીધો છે.

 જામનગરની એસ.ઓ.જી. શાખાના પી.આઇ. બી.એન.ચૌધરીની ટીમ દ્વારાનો ડ્રગ્સ ઇન જામનગર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, અને નશીલા પદાર્થના વિક્રેતાઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.

 જે અંતર્ગત ગઈકાલે મોડી રાત્રે જામનગર રાજકોટ ધોરી માર્ગ પરથી બે શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે.

 એસ.ઓ.જી શાખાની ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી કે ધ્રોલમાં રહેતો શાહ નવાજ ઇબ્રાહીમભાઇ શાહમદાર તેમજ જામનગરમાં રહેતો જાવીદ હાજીભાઈ ચાવડા કે જેઓ રાજકોટ તરફથી નસીલા પદાર્થ ગાંજાનો જથ્થો લઈને ધ્રોળ-જામનગર તરફ આવી રહ્યા છે, જે બાતમીના આધારે જામનગર જિલ્લાના ધ્રોલ રાજકોટ હાઇવે રોડ પર આવેલી એક ખાનગી હોટલ પાસે વોચ ગોઠવી હતી.

 જે હોટલ પાસે બંને સક્ષો ઉતરવાના છે, તેવી બાતમી પરથી મોડી રાત્રે વોચગોઠવી મોડી રાત્રે બંનેને ઝડપી લેવાયા હતા, તેઓ બંનેના કબ્જામાંથી માદક પદાર્થ બે કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેથી એસ.ઓ.જી.ની ટુકડીએ વીસ હજાર રૂપિયાની કિંમતનો ગાંજો અને તેના મુદ્દામાલ સહિતની રૂપિયા 30,700 ની માલમતા કબજે કરી છે, અને બંને સામે ધ્રોલ પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુન્હો દાખલ કરાવી બંનેની વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

Gujarat