જામનગર પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: 8 વર્ષની માસૂમ બાળકી પર અત્યાચાર ગુજારી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar POCSO Court Verdict: જામનગર જિલ્લામાં માસૂમ બાળકીની ઘાતકી હત્યાના કેસમાં નામદાર પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપી આરોપીને ફાંસીની સજા ફટકારી છે. પોલીસે માત્ર 35 દિવસમાં પુરાવાલક્ષી ચાર્જશીટ રજૂ કરતાં તમામ પુરાવા અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ નામદાર પોક્સો કોર્ટે કેસને 'રેરેસ્ટ ઓફ ધી રેર' ગણી ચુકાદો આપ્યો છે.
8 વર્ષની માસૂમ બાળકી પર 'પોક્સો વિથ મર્ડર'ના ગુનામાં નરાધમને ફાંસીની સજા
વર્ષ 2025ના જામનગર જિલ્લાના સિક્કા ખાતે 8 વર્ષની માસૂમ બાળકીને આશરે એક માસ સુધી શારીરિક ત્રાસ આપી, પ્રતાડિત કરી, શરીરના ગુપ્ત ભાગો તથા છાતી પર દિવાસળીથી ડામ આપી, લોખંડના દસ્તા-ધોકા વડે માર મારી તેમજ દીવાલ સાથે ભટકાડી હત્યા કરવાનો અત્યંત ધૃણાસ્પદ બનાવ બન્યો હતો.
આરોપીની ધરપકડ બાદ 35 દિવસમાં જ નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યો હતો
આ ગુનો શરૂઆતમાં અનડિટેક્ટ હતો. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવતા આરોપી નીતિન ડોસાજી માણેક(રહે. સિક્કા, જામનગર)ની સંડોવણી સામે આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી સાયન્ટિફિક, ટેકનિકલ અને દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કર્યા હતા. પોલીસ ટીમે પ્રશંસનીય કામગીરી કરી બનાવના માત્ર 35 દિવસમાં જ નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.
નામદાર પોક્સો કોર્ટ સમક્ષ સરકારી વકીલ દ્વારા કુલ 23 સાહેદો અને 95 જેટલાં દસ્તાવેજી પુરાવાઓની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. તમામ પુરાવા અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ નામદાર પોક્સો કોર્ટે આ કેસને 'રેરેસ્ટ ઓફ ધી રેર' ગણી આરોપી નીતિન ડોસાજી માણેકને હત્યાના ગુનામાં ફાંસીની સજા, પોક્સો એક્ટ હેઠળ આજીવન કેદ તથા ₹50,000 નો દંડ ફટકાર્યો છે.




