Jamnagar

સંવિધાનના મૂલ્યોની રક્ષા માટે જામનગર શહેર કોંગ્રેસની ‘સંવિધાન બચાવો’ માર્ચ

By GS Team
26 Nov 20261 min read
TukuTouch Logo
જામનગર શહેર કોંગ્રેસે સંવિધાન દિવસ, 26 નવેમ્બર નિમિત્તે 'સંવિધાન બચાવો' માર્ચ યોજી હતી. લીમડા લાઇનથી લાલબંગલા સર્કલ સુધી યોજાયેલી આ માર્ચમાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. માર્ચના સમાપન બાદ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

સંવિધાનના મૂલ્યોની રક્ષા માટે જામનગર શહેર કોંગ્રેસની ‘સંવિધાન બચાવો’ માર્ચ

Jamnagar Congress : સંવિધાન દિવસ નિમિત્તે જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સંવિધાનના મૂલ્યોની રક્ષા, લોકશાહી અને બંધારણીય અધિકારો અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી ‘સંવિધાન બચાવો’ માર્ચ યોજવામાં આવી હતી. શહેરના લીમડા લાઇન સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતેથી લાલબંગલા સર્કલ સુધી યોજાયેલી માર્ચના સમાપન બાદ ભારતીય બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવભીની પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી.
26 નવેમ્બર સંવિધાન દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બંધારણના આદર્શો, સમાનતા, ન્યાય, સ્વતંત્રતા તથા બંધુત્વના મૂલ્યો જાળવવા અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે એકજૂથ થઈ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. લીમડા લાઇનથી લાલબંગલા સર્કલ સુધી યોજાયેલી ‘સંવિધાન બચાવો’ માર્ચમાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા અને ત્યારબાદ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી બંધારણ પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું હતું.
આ કાર્યક્રમમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ સાંસદ વિક્રમ માડમ સહિત શહેર કોંગ્રેસના હોદ્દેદારો, વિવિધ સેલ અને ફ્રન્ટલના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.