Jamnagar

લાલપુરમાં નિવૃત્ત વીજ કર્મીની હત્યામાં તરૂણી અને તેના સાથીની સંડોવણી ખૂલી

By GS Team
16 Oct 20261 min read
TukuTouch Logo
જામનગરમાં PGVCLના નિવૃત્ત કર્મચારી મનસુખભાઈ વાછાણીની ઘરમાં ઘાતકી હત્યા કરી લૂંટ ચલાવાઈ હતી. આ કેસમાં ઘરમાં કામ કરતી તરૂણી અને તેના સાથી અક્ષય મહીડાની સંડોવણી ખૂલી. પોલીસે ફરાર અક્ષયને ટ્રેનમાંથી ઝડપી પાડ્યો. તેની પાસેથી રોકડ અને ચાંદીના બિસ્કિટ સહિત કુલ 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લાલપુરમાં નિવૃત્ત વીજ કર્મીની હત્યામાં તરૂણી અને તેના સાથીની સંડોવણી ખૂલી

જામનગર : લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘાતકી હત્યા કરી લૂંટ ચલાવાયાનાં ચકચારી પ્રકરણમાં તેમનાં ઘરમાં કામકાજ માટે આવતી તરૂણી અને તેના સાથીની સંડોવણી ખૂલતાં પોલીસે ફરાર આરોપીને ઝડપી લીધો છે. આરોપી પાસેથી લૂંટમાં લઈ જવાયેલી રોકડ અને ચાંદીના બિસ્કિટ સહિત કુલ રૂા. ૧૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, લાલપુરમાં રહેતા પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી મનસુખભાઈ વાછાણી (ઉ.વ. ૬૬)ની તેમના ઘરમાં હત્યા કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રારંભિક તપાસ દરમિયાન મૃતકના ઘરમાં કામકાજ માટે આવતી એક તરૂણીની અંગે પોલીસને માહિતી મળી હતી. ત્યારબાદ તરૂણીની પૂછપરછના આધારે તેના સાથી અક્ષય મહીડાની સંડોવણી ખુલી હતી.
હત્યા અને લૂંટના બનાવ બાદ અક્ષય મહીડા ફરાર થઈ ગયો હતો. આરોપી ટ્રેન મારફતે અન્ય સ્થળે પહોંચ્યો હોવાની માહિતીના આધારે રેલવે પોલીસ અને રેલવે સુરક્ષા દળની મદદ લેવામાં આવી હતી. આખરે રેલવે સુરક્ષા દળની મદદથી લાલપુર પોલીસે આરોપી અક્ષયને ઝડપી લીધો હતો. ત્યારબાદ તેને લાલપુર લાવીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
પોલીસે આરોપી પાસેથી આશરે રૂા. ૯૮ હજારથી વધુની રોકડ રકમ તથા રૂા. ૧૦,૪૪,૧૨૦ની કિંમતના ચાંદીના બિસ્કીટ સહિત રૂા. ૧૧ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ પોલીસને હાથ લાગ્યો છે.