જામનગરમાં પણ અન્ય શહેરોની બોમ્બ ધમકી બાદ મુખ્ય પોસ્ટ ઓફિસમાં સઘન ચેકિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: રાજ્યના વિવિધ શહેરોમાં પોસ્ટ મારફતે બોમ્બની ધમકી મળ્યાની ઘટનાઓને પગલે જામનગર પોલીસ તંત્ર એલર્ટ બન્યું હતું. તેના ભાગરૂપે મોડી સાંજે જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે બોમ્બ સ્ક્વોડ, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પોસ્ટ ઓફિસમાં રહેલા પાર્સલો તથા અન્ય શંકાસ્પદ વસ્તુઓનું બોમ્બ ડિટેક્શન સાધનો અને ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી.
પોલીસે જણાવ્યું હતું કે આ કાર્યવાહી માત્ર સાવચેતીના ભાગરૂપે કરવામાં આવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ પોસ્ટ ઓફિસની કામગીરી યથાવત્ રાખવામાં આવી હતી. પોલીસે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી છે.









