Jamnagar

જામનગર તાલુકાના સિક્કામાં ઘર પાસે નીકળવા જેવી બાબતે ચાર શખ્સોએ એકસંપ થઈ યુવકને ધોકા વડે માર માર્યો

By GS Team
16 Aug 20262 mins read
TukuTouch Logo
જામનગરના સિક્કાના કારાભુંગા વિસ્તારમાં મકાન પાસેથી પસાર થવા બાબતે બોલાચાલી ઉગ્ર બની હતી. 36 વર્ષીય દીપકભાઈ ચૌહાણ પર 4 શખ્સોએ હુમલો કરતાં તેમને માથામાં ઇજા થઈ હતી. સુરેશ, ખીમીબેન, પુષ્પાબેન અને જોષ્નાબેને લાકડાના ધોકા અને ઢીકાપાટુ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સિક્કા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર તાલુકાના સિક્કામાં ઘર પાસે નીકળવા જેવી બાબતે ચાર શખ્સોએ એકસંપ થઈ યુવકને ધોકા વડે માર માર્યો

Jamnagar: સિક્કાના કારાભુંગા વિસ્તારમાં મકાન પાસેથી પસાર થવા બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતાં એક યુવક ઉપર ચાર શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાઈ છે.

કારાભુંગા સબ સેન્ટરની સામે રહેતા અને છૂટક મજૂરીકામ કરતા દીપકભાઈ કેશુભાઈ ચૌહાણ (ઉંમર 36)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. ૧૫ ઓગસ્ટના બપોરે આશરે સાડા ચાર વાગ્યે તેઓ પોતાના કાકા દિનેશભાઈના ઘરે કામસર જઈ રહ્યા હતા. દરમિયાન પુષ્પાબેન વાલજીભાઈ ચૌહાણના ઘર સામે પહોંચતાં પુષ્પાબેન તથા તેમની બહેન જોષ્નાબેન ત્યાં ઊભા હતા. બંનેએ દીપકભાઈને અહીંથી નહીં નીકળવા કહી અપશબ્દો બોલી ધમકાવ્યા હતા.

આ દરમિયાન બંને બહેનો સાથે બોલાચાલી થતાં તેમના ભાઈ સુરેશ વાલજીભાઈ ચૌહાણ તથા માતા ખીમીબેન વાલજીભાઈ ચૌહાણ પણ લાકડાના ધોકા લઈને આવી ગયા હતા. ફરિયાદ મુજબ સુરેશભાઈએ ધોકો માથામાં મારતાં દીપકભાઈને માથામાં ફૂટ ઈજા થઈ હતી, અને લોહી નીકળ્યું હતું. જ્યારે ખીમીબેને ધોકા વડે વાસાના ભાગે, જમણા હાથના કાંડા તથા કોણી નીચેના ભાગે અને કમરના ભાગે માર માર્યો હતો. પુષ્પાબેન તથા જોષ્નાબેને ઢીકાપાટુનો માર માર્યો હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

ચારેયે ભેગા મળી જાનથી મારી નાખવાની ધમકી આપતાં દીપકભાઈએ રાડારાડી કરતાં કારાભુંગાના શબીરભાઈ, જાવેદભાઈ તથા રાજુભાઈ નાનજીભાઈ પરમારે વચ્ચે પડી તેમને છોડાવ્યા હતા. ત્યારબાદ મિત્ર હિંમત ઉર્ફે મુના એક્ટિવા પર બેસાડી દીપકભાઈને સિક્કા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ ગયો હતો.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, દીપકભાઈનું કારાભુંગાની ગોવિંદ ભીમાની ચાલીમાં છેલ્લું મકાન હોવાથી કામકાજ માટે તેમને અવારનવાર ચાલીની બજારમાંથી અવરજવર કરવી પડે છે. આ જ બાબતે માથાકૂટ થઈ હોવાનો આક્ષેપ કરીને દીપકભાઈએ સુરેશભાઈ, ખીમીબેન, પુષ્પાબેન અને જોષ્નાબેન સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સિક્કા પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.