Jamnagar
જામનગરમાં લવમેરેજથી નારાજ સાળાએ યુવકને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી
By GS Team
3 Oct 20261 min read
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં લવમેરેજ મુદ્દે સાળાએ યુવકના ઘરે પહોંચી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પાર્થ સોલંકીએ 3 મહિના પહેલા લવમેરેજ કર્યા હતા, જે સાળા મયુરસિંહ જાડેજાને પસંદ ન હોવાથી અગાઉ પણ માર માર્યો હતો. 1 ઓક્ટોબરે બપોરે આરોપીએ ફરી ધમકી આપતા સિટી-બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગરના ગાંધીનગર વિસ્તારમાં લવમેરેજ કરવાના મુદ્દે નારાજ બનેલા સાળાએ યુવકના ઘરે પહોંચી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સીટી-બી ડિવિઝન પોલીસમાં નોંધાઇ છે.
ફરિયાદ મુજબ પાર્થ રાજેશભાઈ સોલંકીએ આશરે ત્રણ મહિના અગાઉ લવમેરેજ કર્યા હતા. આરોપી મયુરસિંહ સજુભા જાડેજા ફરિયાદીનો સાળો થતો હોવાનું અને તેને આ લગ્ન પસંદ ન હોવાથી અગાઉ પણ ફરિયાદીને માર માર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
તા.1 ઓક્ટોબરના બપોરના સમયે આરોપી ફરિયાદીના ઘર પાસે આવ્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(3) તથા 352 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.