Jamnagar

જામનગર કાલાવડ રોડ પર સપડા ગામ નજીક હિટ એન્ડ રન અકસ્માત, વૃદ્ધાને ગંભીર ઇજા; અજાણ્યા બાઇકચાલક સામે ગુનો નોંધાયો

By GS Team
25 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરના સપડા ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. 22/07/2026ના રોજ રાત્રે 9:00 વાગ્યે નાથીબેન દેવણભાઈ વીંજાણી (ઉંમર 72) રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે પુરપાટ ઝડપે આવતા અજાણ્યા બાઈક ચાલકે તેમને ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો. પંચકોષી 'એ' ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર કાલાવડ રોડ પર સપડા ગામ નજીક હિટ એન્ડ રન અકસ્માત, વૃદ્ધાને ગંભીર ઇજા; અજાણ્યા બાઇકચાલક સામે ગુનો નોંધાયો

Jamnagar: જામનગર જિલ્લાના પંચકોષી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સપડા ગામ નજીક હિટ એન્ડ રનનો બનાવ નોંધાયો છે. આ અંગે અજાણ્યા મોટરસાયકલ ચાલક સામે બી.એન.એસ. કલમ 281, 125(એ), 125(બી) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 148 અને 134 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદ મુજબ, તા. 22/07/2026ના રોજ રાત્રે આશરે 9:00 વાગ્યે સપડા ગામની આગળ જામનગર–કાલાવડ હાઇવે પર ગોલાઈ પાસે નાથીબેન દેવણભાઈ વીંજાણી (ઉંમર 72 વર્ષ), રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન કાલાવડ તરફથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા એક અજાણ્યા મોટરસાયકલ ચાલકે તેમને ટક્કર મારી હતી.

અકસ્માતમાં નાથીબેનને ડાબા પગમાં ગોઠણની નીચેના ભાગે ફ્રેક્ચર સહિત જમણી બાજુના પડખામાં અને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ મોટરસાયકલ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અને ઇજાગ્રસ્તને કોઈ મદદ કર્યા વિના નાસી ગયો હતો.

આ બનાવ અંગે પંચકોષી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તેની શોધખોળ તથા વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.