Jamnagar

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગરના લાખાબાવળ ખાતે વેદ ગર્ભવિહારનું લોકાર્પણ કર્યું

By GS Team
12 Jul 20261 min read
TukuTouch Logo
જામનગર નજીક લાખાબાવળ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વેદ ગર્ભવિહારનું લોકાર્પણ કર્યું. તેમણે ગૌશાળા, પંચકર્મ રૂમ, ઓપરેશન થિયેટર, સંસ્કાર શાળા સહિતની સુવિધાઓ નિહાળી. રાજ્યપાલશ્રીએ સંસ્થાના સંચાલકો સાથે સંવાદ કરી સામાજિક ઉત્તરદાયિત્વ અને ઉપયોગિતા અંગે જાણકારી મેળવી. આ પ્રસંગે શિક્ષણમંત્રી રીવાબા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત  રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગરના લાખાબાવળ ખાતે વેદ ગર્ભવિહારનું લોકાર્પણ કર્યું

Jamnagar: ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગર નજીક લાખાબાવળ ગામે વેદ ગર્ભવિહારનુ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલે સંસ્થા ખાતે કાર્યરત થનારા ગૌશાળા તેમજ કન્સલ્ટેશન રૂમ, પંચકર્મ રૂમ, માઇનર ઓપરેશન થિયેટર, સંસ્કાર શાળા વગેરે સ્થળોની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓ અને સેવાઓની વિગતો મેળવી હતી.

રાજ્યપાલે આ મુલાકાત દરમિયાન સંસ્થાનો પરિચય મેળવ્યો હતો, અને સંચાલકો સાથે સંવાદ કરીને પ્રવર્તમાન સમયમાં સંસ્થાની ભૂમિકા વિશે અવગત થયા હતા. હાલના સંજોગોમાં સંસ્થાના સામાજિક ઉત્તરદાયિત્વ અંગે તેમણે ઉંડાણપૂર્વકની જાણકારી મેળવી હતી અને વિવિધ સ્તરે તેની ઉપયોગિતાથી વાકેફ થયા હતા.
રાજ્યપાલ સાથે રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા, જામનગર મહાનગર પાલિકાના કમિશનર દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, ગૌ વિશ્ર વિદ્યાપીઠના કુલપતિ ડો.હિતેશ જાની, આયુર્વેદ વિભાગના વૈદ્યઓ, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.