Jamnagar

જામનગરમાં વિધવા સહાયનો ચેક આપવાની લાલચ આપી વૃદ્ધાના ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી

By GS Team
2 Jul 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં 74 વર્ષીય વૃદ્ધાને વિધવા સહાયના બહાને છેતરીને રૂ. 1,29,700ના સોનાના દાગીનાની ચોરી થઈ છે. પટેલ કોલોનીમાં રહેતા વૃદ્ધાના ઘરે રિક્ષાચાલક જાફરભાઈ અને 2 અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી, ખોટો ચેક આપ્યો. જાફરે બાથરૂમ જવાના બહાને કબાટમાંથી દાગીના ચોરી લીધા. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં વિધવા સહાયનો ચેક આપવાની લાલચ આપી વૃદ્ધાના ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી

Jamnagar Theft Case : જામનગર શહેરમાં એક વૃદ્ધા સાથે વિશ્વાસઘાત કરી વિધવા સહાયનો ચેક આપવાના બહાને ઘરમાં પ્રવેશ કરી સોનાના દાગીનાની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. ફ
રિયાદ મુજબ, પટેલ કોલોની, નહેરૂનગર ખાતે રહેતા 74 વર્ષીય વૃદ્ધા પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે ઓળખીતો રિક્ષાચાલક જાફરભાઈ તથા તેની સાથે આવેલા બે અજાણ્યા ઇસમો તેમના ઘરે આવ્યા હતા. આરોપીઓએ વૃદ્ધાને જણાવ્યું હતું કે તેમનું વિધવા સહાયનું ખાતું બંધ થઈ ગયું હોવાથી નવું ખાતું ખોલવા માટે ફોર્મ ભરવું પડશે અને ત્યારબાદ સહાયનો ચેક આપવામાં આવશે.
આ દરમિયાન અજાણ્યા ઇસમોએ વૃદ્ધાનો ફોટોગ્રાફ લઈ તેમને એક ચેક આપ્યો હતો અને બે દિવસ બાદ બેંકમાં જમા કરાવવા જણાવ્યું હતું. તે દરમિયાન જાફરભાઈ ઘરની અંદર ગયો હતો. પૂછતાં તેણે બાથરૂમ જવા માટે અંદર ગયો હોવાનું જણાવ્યું હતું.
બાદમાં વૃદ્ધાએ પોતાના પુત્રને સમગ્ર ઘટનાની જાણ કરતાં પુત્રે તપાસ કરતા આપવામાં આવેલ ચેક ખોટો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ ઘરના કબાટની તપાસ કરતાં તેમાં રાખેલા સોનાના દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં દાગીના રાખેલો પ્લાસ્ટિકનો ડબ્બો ઘરના બાથરૂમમાંથી ખાલી હાલતમાં મળી આવ્યો હતો.
ફરિયાદ મુજબ ચોરી થયેલા સોનાના દાગીનાની કુલ કિંમત અંદાજે રૂ.1,29,700 થાય છે. ફરિયાદીએ રિક્ષાચાલક જાફરભાઈ તથા તેની સાથે આવેલા બે અજાણ્યા ઇસમોએ મળીને આ ચોરી આચરી હોવાનો શક વ્યક્ત કર્યો છે.
ફરિયાદના આધારે સંબંધિત પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 331(3), 305(એ) તથા 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓની ઓળખ તથા શોધખોળ સહિતની વધુ તપાસ હાથ ધરી છે.