જામનગર નજીક ઠેબા ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા: રૂ.10,700નો મુદ્દામાલ કબજે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર તાલુકાના ઠેબા ગામના ખારા વિસ્તારમાં જાહેરમાં ગંજીપત્તા વડે તીનપત્તીનો જુગાર રમી રોકડ રકમની હારજીત કરતા ચાર શખ્સોને પંચકોશી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા સ્થળ પરથી રોકડા રૂ.10,700 અને ગંજીપત્તાનાં 52 પાનાં સહિત કુલ રૂ.10,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પંચકોશી એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ઠેબા ગામના ખારા વિસ્તારમાં યુસુફભાઈ શેખના મકાન પાછળ જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ખાનગી રાહે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે બે પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડતાં ચાર શખ્સો ગોળ કુંડાળું વળીને તીનપત્તીનો જુગાર રમતા મળી આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી યુસુફભાઈ મામદભાઈ શેખ (ઉ.વ.42), એજાજભાઈ હુસેનભાઈ આસાણી (ઉ.વ.23), રાજેશભાઈ જેરામભાઈ અગ્રાવત (ઉ.વ.39) અને જયસુખભાઈ વજાભાઈ ટોયટા (ઉ.વ.34)ને ઝડપી લીધા હતા.
આરોપીઓ પાસેથી અંગઝડતી દરમિયાન રોકડા રૂ.10,000 તથા જુગારના પટમાંથી રૂ.700 મળી કુલ રૂ.10,700ની રોકડ અને ગંજીપત્તાનાં 52 પાનાં કબજે કરવામાં આવ્યાં હતાં. આ પ્રકરણમાં પોલીસે જુગારધારાની કલમ 12 હેઠળ ગુનો નોંધી ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી. જ્યારે ચોથા આરોપી જયસુખભાઈ ટોયટા પોલીસથી બચવા નાસવાનો પ્રયાસ કરતાં પડી જતાં ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેમને સારવાર માટે મોકલી કાયદેસરની નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




