જામનગરમાં ટાઉનહોલ પાસેથી જાહેરમાં એકી-બેકીનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર શહેરના ટાઉનહોલ નજીક અપના બજાર સામે જાહેર રોડ પર એકી-બેકીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી 'એ' ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે દરોડો પાડી ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી જુગારમાં વપરાતી રોકડ સહિત કુલ રૂ. 4,010નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ નવલસિંહ જાડેજાની બાતમીના આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.બી. કાનાણી અને ટીમે હાથ ધરી હતી. દરોડા દરમિયાન જાહેરમાં ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીના આંકડા બોલી પૈસાની હારજીતનો જુગાર રમતા ચારેય શખ્સો ધર્મેશ મુકુંદભાઈ રાયઠ્ઠા (રહે. પટેલ કોલોની, વિકાસગૃહ રોડ), લલીતભાઈ રમેશચંદ્ર જોષી (રહે. ચાંદીબજાર, શીતળાફળી), જુસબ ઇસ્માઈલભાઈ જુણેજા (રહે. ઘરારનગર-1) અને અબ્બાસ સુલેમાનભાઈ રાજાણી (રહે. આઠ માળીયા આવાસ, મયુરનગર મેઈન રોડ) ની અટકાયત કરી લેવામાં આવી છે.
આ અંગે સીટી 'એ' ડિવિઝન પોલીસ મથકે જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




