Jamnagar

જામનગર નજીક દરેડમાં મકાનમાંથી રૂ.61,500નો વિદેશી દારૂ ઝડપાયો

By GS Team
19 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરના દરેડ ગામે પંચકોશી બી. ડિવિઝન પોલીસે બાતમીના આધારે એક મકાન પર દરોડો પાડ્યો હતો. પોલીસે રાજસ્થાનમાં વેચાણ માટેનો રૂ. 61,500ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે, દરોડા સમયે મકાન માલિક રણજીતસિંહ બહાદુરસિંહ જાડેજા હાજર ન હોવાથી તેને વોન્ટેડ જાહેર કરી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક દરેડમાં મકાનમાંથી રૂ.61,500નો વિદેશી દારૂ ઝડપાયો

Jamnagar Liquor Case : જામનગર તાલુકાના દરેડ ગામમાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી એક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાં કોઈ હાજર મળી આવ્યું ન હતું. પોલીસે દારૂનો મુદ્દામાલ કબજે કરી મકાન માલિક સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, પંચકોશી બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ અંગે પેટ્રોલિંગમાં હતો. દરમિયાન દરેડ ગામમાં 100 ખોલીની પાછળ, સરકારી નિશાળની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટ પાસેના મકાનમાં રણજીતસિંહ બહાદુરસિંહ જાડેજા દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસ સ્ટાફે પંચોની હાજરીમાં દરોડો પાડ્યો હતો. મકાનનો દરવાજો ખુલ્લો હતો અને અંદર કોઈ વ્યક્તિ હાજર મળી આવી ન હતી. મકાનની ઓસરીમાં તપાસ કરતાં વિદેશી દારૂની કુલ 10 પેટીઓ મળી આવી હતી.
તપાસ દરમિયાન પેટીઓમાંથી રાજસ્થાનમાં વેચાણ માટેની 180 મિલીલીટરની 480 પ્લાસ્ટિકના શીલબંધ ચપટાઓ, જેની કિંમત રૂ.60,000, તથા 180 મિલીલીટરની 12 કાચની શીલબંધ બોટલ, જેની કિંમત રૂ.1,500, મળી આવી હતી. આમ કુલ 492 ચપટા મળી આવ્યા હતા.
પોલીસે દારૂનો જથ્થો કબજે કરી રણજીતસિંહ બહાદુરસિંહ જાડેજા (રહે. દરેડ ગામ, જામનગર) સામે પ્રોહિબિશન એક્ટની કલમ 15(એ)(ઈ), 116(બી) મુજબ ગુનો નોંધ્યો છે. આરોપી દરોડા સમયે હાજર ન હોવાથી તેને પકડવાનો બાકી છે, જેને પોલીસ શોધી રહી છે.