જામનગરમાં વુલનમિલ-ગાયત્રીનગર વિસ્તારમાં મકાન સંતાડેલો ઈંગ્લીશ દારૂ ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Liquor Raid : જામનગરના વુલનમિલ-ગાયત્રીનગર વિસ્તારમાં મધુવન વિદ્યાલય પાસે આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડી સીટી-સી ડિવિઝન પોલીસે બે બોટલમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.
પોલીસના સર્વેલન્સ સ્કોડને મળેલી બાતમીના આધારે તા.2 ઓક્ટોબરની રાત્રે કાર્યવાહી કરવામાં આવી હતી. મકાનમાંથી એમસી ડોવેલ્સ નં.1 રિઝર્વ વ્હિસ્કીની શીલ તૂટેલી બોટલમાંથી આશરે 300 મિલી દારૂ તથા ઓલ્ડ મોન્ક ધ લેજન્ડ રમની શીલ તૂટેલી બોટલમાંથી આશરે 400 મિલી દારૂ મળી આવ્યો હતો. બંને બોટલની કુલ કિંમત રૂ.700 ગણવામાં આવી છે. પોલીસે વુલનમિલ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અશોકભાઈ લાલજીભાઈ ડાભી સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.




