Jamnagar

જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 6 ઓક્ટોબરે યોજાશે ચૂંટણી : 12 સભ્યો માટે ચૂંટણીમાં ભાજપના સભ્યોની બિનહરીફ પસંદગીની શક્યતા

By GS Team
10 Sep 20261 min read
TukuTouch Logo
જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 12 સભ્યોની ચૂંટણી 6 ઓક્ટોબરે યોજાશે. રાજકીય અને શૈક્ષણિક વર્તુળોમાં આ અંગે ચર્ચા તેજ બની છે. સત્તાધારી પક્ષ દ્વારા પોતાના સભ્યોની પસંદગીની તૈયારીઓ ચાલી રહી છે. જો અન્ય પક્ષ ઉમેદવારી નહીં નોંધાવે, તો 12 સભ્યો બિનહરીફ ચૂંટાઈ શકે છે. ચૂંટણી બાદ નવી સમિતિ શહેરની પ્રાથમિક શાળાઓના પ્રશ્નો હલ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 6 ઓક્ટોબરે યોજાશે ચૂંટણી   : 12 સભ્યો માટે ચૂંટણીમાં ભાજપના સભ્યોની બિનહરીફ પસંદગીની શક્યતા

Jamnagar Corporation News : જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી આગામી 6 ઓક્ટોબરના રોજ યોજાવાની છે. સમિતિના કુલ 12 સભ્યોની ચૂંટણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીને લઈને રાજકીય અને શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. આગામી દિવસોમાં ઉમેદવારી પત્રો ભરવાની તથા તેની ચકાસણી સહિતની પ્રક્રિયા હાથ ધરાશે. ચૂંટણીમાં સમિતિના સભ્યોની પસંદગી કરવામાં આવશે.
હાલની સ્થિતિને જોતા સત્તાધારી પક્ષ દ્વારા પોતાના સભ્યોની પસંદગી અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. જો અન્ય પક્ષ તરફથી ઉમેદવારી ન આવે તો 12 સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નવા સભ્યોની રચના થશે અને ત્યારબાદ સમિતિ દ્વારા શહેરની પ્રાથમિક શાળાઓ સાથે સંકળાયેલા વિવિધ શૈક્ષણિક તથા વહીવટી પ્રશ્નો અંગે કામગીરી આગળ ધપાવવામાં આવશે.