Jamnagar

આડે ઉતરેલાં રોઝડા સાથે બાઇક અથડાતાં દંપતી ખંડિતઃ પતિનું મોત, પત્ની- પુત્રી ઘાયલ

By GS Team
27 Jun 20262 mins read
TukuTouch Logo
જામનગર અને અમરેલીમાં રખડતા ઢોરને કારણે બે જીવલેણ અકસ્માતો થયા છે. લાલપુર નજીક રોઝડું આડે આવતા બાઇક અથડાતા 36 વર્ષીય ખેડૂત ચંદુભાઈ કારેણાનું મૃત્યુ થયું હતું, જ્યારે તેમના પત્ની અને પુત્રી ઘાયલ થયા હતા. રાજુલામાં હાઈવે પર ગાય આડી ઉતરતા બાઈક ચાલક રામભાઈ સોલંકીનું પણ મોત થયું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આડે ઉતરેલાં રોઝડા સાથે બાઇક અથડાતાં દંપતી ખંડિતઃ પતિનું મોત, પત્ની- પુત્રી ઘાયલ

જામનગર, અમરેલી: સૌરાષ્ટ્રમાં હાઇ-વે પર રખડતાં ઢોરને લીધે અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જામનગર તથા અમરેલી પંથકમાં રઝળતાં પશુઓને લીધે બેનો ભાગ લેવાયો છે. લાલપુર નજીક ગોવાણા-લાલપુર માર્ગ પર રસ્તા પર જતા બાઇક આડે રોઝડું ઉતરતાં થયેલા અકસ્માતમાં ખેડૂતનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે તેમના પત્ની અને પુત્રીને ઇજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ લાલપુરના નાંદુરી રોડ સ્થિત દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા ચંદુભાઈ મારખીભાઈ કારેણા (ઉં.વ.૩૬ ) પોતાના પત્ની હંસાબેન અને પુત્રી મયુરીબેન સાથે મોટરસાયકલ પર ગોવાણા ગામથી લાલપુર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.તે દરમિયાન ગોવાણા ચેકપોસ્ટ નજીક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના પાટિયા પાસે અચાનક માર્ગ પર રોઝડું આવી જતાં મોટરસાયકલ તેની સાથે અથડાઈ હતી. અને ત્રણેય માર્ગ પર પટકાયા હતા.અકસ્માતમાં હંસાબેન અને મયુરીબેનને ઇજાઓ પહોંચી હતી, જ્યારે ચંદુભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે લાલપુર પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજુલાના ખેતાગાળા વિસ્તારમાં રહેતા રામભાઈ દીલાભાઈ સોલંકી અને કરણભાઈ હકાભાઈ સોલંકી મોટરસાયકલ લઈને ઉનાથી રાજુલા તરફ આવી રહ્યા હતા. મોટરસાયકલ કાગવદર ગામના સબ સ્ટેશન સામેથી પસાર થઈ રહી હતી.તે દરમિયાન હાઈ-વે પર એક ગાય આડી ઉતારતાં, મોટરસાયકલ ગાય સાથે ભટકાઈ હતી. અકસ્માતમાં બાઈક ચાલક રામભાઈ સોલંકીને જીવલેણ ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા કરણભાઈ સોલંકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ગાયનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.આ ઘટના ની જાણ થતા નાગેશ્રી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.