Jamnagar

જોડીયાના પીઠડ ગામે ધોકા વડે હુમલો કરી પિતા-પુત્રને ઈજા પહોંચાડ્યાની ફરિયાદ

By GS Team
13 Oct 20261 min read
TukuTouch Logo
જામનગરના જોડિયા તાલુકાના પીઠળ ગામે ગાળો બોલવા અને જાનથી મારી નાખવાની ધમકીના બનાવમાં પિતા-પુત્ર પર હુમલો થયો. આમીનભાઈ કટિયાના પુત્ર આફ્રીદને ભરતભાઈ મેંદપરાએ ગાળો ભાંડી ધમકાવ્યો હતો. આફ્રીદના ફોનથી પિતા પહોંચતા ભરતભાઈએ લાકડાના ધોકાથી આફ્રીદની પીઠ પર અને પિતાના જમણા હાથ પર હુમલો કર્યો. જોડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જોડીયાના પીઠડ ગામે ધોકા વડે હુમલો કરી પિતા-પુત્રને ઈજા પહોંચાડ્યાની ફરિયાદ

Jamnagar Crime : જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના પીઠળ ગામે ગાળો બોલવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવમાં લાકડાના ધોકા વડે હુમલો કરી પિતા-પુત્રને ઈજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
પીઠડ ગામમાં રહેતા આમીનભાઈ ઉર્ફે વલો આલમભાઈ કટિયા (ઉ.વ.39)ના પુત્ર આફ્રીદ ગામમાં દૂધ લેવા ગયો હતો ત્યારે ગામના જ ભરતભાઈ અવચરભાઈ મેંદપરાએ તેને ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે.
આ અંગે પુત્રનો ફોન આવતાં ફરિયાદી સ્થળ પર પહોંચ્યા હતા. તે સમયે ભરતભાઈએ લાકડાના ધોકા વડે આફ્રીદના પીઠના ભાગે માર મારતાં તેને ઈજા થઈ હતી. ત્યારબાદ ફરીથી ધોકાથી હુમલો કરવા જતાં ફરિયાદીએ વચ્ચે હાથ નાખતાં તેમના જમણા હાથમાં પણ ઈજા થઈ હતી.
આ બનાવ અંગે જોડીયા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 352, 351(3) તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.