VIDEO: જામનગરના નાઘેડી ગામના પાટિયા પાસે સરકારી જગ્યામાં ખડકી દેવાયેલી બુટલેગરની હોટલ જમીનદોસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Naghedi Bootlegger Hotel Demolition: જામનગર નજીક નાઘેડી પાટિયા પાસે થોડા દિવસ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ અંગે દરોડો પાડવામાં આવ્યા બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું. આ કાર્યવાહી બાદ બુટલેગર રામ જીવા મોઢવાડિયા(રામકો મેર)ની નાઘેડી પાટિયા નજીક આવેલી હોટલનું બાંધકામ અનધિકૃત હોવાનું ધ્યાનમાં આવતા આજે(7 ઓક્ટોબર) તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ તેમજ પંચકોશી-બી ડિવિઝનની ટીમના પોલીસ બંદોબસ્ત વચ્ચે હોટલનું બાંધકામ જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન સમગ્ર અનધિકૃત બાંધકામ દૂર કરી સરકારી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.




