Jamnagar
જામનગરમાં દિગ્જામ સર્કલમાં બેકાબુ બનેલો ટ્રક અંદર ઘૂસ્યો : રેલિંગને ભારે નુકસાન
By GS Team
17 Jul 20261 min read
જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક આજે સવારે એક ટ્રક ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. બેકાબૂ ટ્રક સર્કલની રેલિંગ તોડી અંદર ઘુસી ગયો હતો, જેનાથી મોટું નુકસાન થયું છે. સદનસીબે, ચાલક કે અન્ય કોઈને ઈજા થઈ નથી. આ વિચિત્ર અકસ્માતને પગલે મહાનગરપાલિકા અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર શહેરમાં દિગ્જામ સર્કલથી ખોડીયાર કોલોની તરફના માર્ગે નવીનીકરણ થઈ રહ્યું છે અને અહીં પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, ત્યારે એક ટ્રકનો ચાલક આજે સવારે બેકાબૂ બન્યો હતો. જે ચાલકે પોતાના વાહન ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો, અને મધ્યમાં રહેલા દિગ્જામ સર્કલની રેલિંગ તોડીને અંદર ઘૂસ્યો હતો, તેથી ભારે નુકસાની થઈ છે.
જોકે ટ્રક ચાલક અથવા અન્ય કોઈને ઈજા થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. આ વિચિત્ર અકસ્માતને લઈને દિગજામ સર્કલ વિસ્તારમાં પસાર થતા અન્ય વાહન ચાલકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.
આ બનાવની જાણ થતા મહાનગરપાલિકાના ટિમ અને સીટી સી. ડિવિઝનની પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે અને વધુ તપાસ શરૂ કરી છે.