Jamnagar

જામનગર તાલુકાના હડમતીયા ગામના એક બુઝુર્ગનું એકાએક હૃદય થંભી જતાં અપમૃત્યુ

By GS Team
25 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરના હડમતીયા ગામના 70 વર્ષીય અશોકભાઈ ગોંડલીયાનું શ્વાસ લેવામાં તકલીફ થતાં નિધન થયું છે. તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે જી.જી. હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા. પુત્ર વિશાલભાઈએ જાણ કરતા પંચકોષી 'એ' ડિવિઝન પોલીસે B.N.S.S. કલમ 194 મુજબ અકસ્માત મૃત્યુ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં હૃદય બંધ પડવાથી મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર તાલુકાના હડમતીયા ગામના એક બુઝુર્ગનું એકાએક હૃદય થંભી જતાં અપમૃત્યુ

Jamnagar: જામનગર જિલ્લાના પંચકોષી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ. કલમ 194 મુજબ અકસ્માત મૃત્યુ (એ.ડી.) નોંધવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, હડમતીયા ગામના રહેવાસી અશોકભાઈ રવજીભાઈ ગોંડલીયા (ઉંમર 90 વર્ષ)ને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતાં પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તપાસ કરી તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે તેમના પુત્ર વિશાલભાઈ અશોકભાઈ ગોંડલીયાએ પોલીસને જાણ કરતાં પંચકોષી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ. કલમ 194 મુજબ અકસ્માત મૃત્યુની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં હૃદય બંધ થઇ જવાથી મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ પોલીસ દ્વારા ચાલુ છે.