Jamnagar

જામનગર પોલીસના જાપ્તામાંથી બે દિવસ પહેલાં નાસી ગયેલો આરોપી LCB ના હાથે ઝડપાયો

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલો આરોપી મિતેષ ઉર્ફે મીત ઉર્ફે મીતલો સુનીલભાઈ બારીયા પટેલ (ઉંમર 19) આખરે ઝડપાઈ ગયો છે. એલ.સી.બી. અને સીટી-સી ડિવિઝન પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો હતો. તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. તેને કાયદેસરની કાર્યવાહી માટે સીટી-સી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર પોલીસના જાપ્તામાંથી બે દિવસ પહેલાં નાસી ગયેલો આરોપી LCB ના હાથે ઝડપાયો

Jamnagar Police : જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એલ.સી.બી.ને સૂચના આપવામાં આવી હતી. આ અનુસંધાને એલ.સી.બી. પોલીસ અને સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનની પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ જાપ્તામાંથી નાસી ગયેલા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
મળેલી હકીકત મુજબ, જામનગર સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 308(5) મુજબના ગુનામાં પોલીસ કસ્ટડીમાં રહેલો આરોપી મિતેષ ઉર્ફે મીત ઉર્ફે મીતલો સુનીલભાઈ બારીયા પટેલ (ઉંમર 19 વર્ષ, રહે. વુલનમિલ ખેતીવાડી, જામનગર)ને હોમગાર્ડ સભ્ય કિરણકુમાર ધીરજલાલ ત્રિવેદી ફોટો તથા ફિંગરપ્રિન્ટ લેવડાવી પરત પોલીસ સ્ટેશન લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન આરોપી મોટરસાયકલ પરથી નીચે ઉતરી નાસી ગયો હતો. આ બનાવ અંગે તા. 17/08/2026ના રોજ સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
આરોપીની સતત શોધખોળ દરમિયાન એલ.સી.બી.ની ટીમને આરોપી મળી આવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ આરોપી મિતેષ ઉર્ફે મીત ઉર્ફે મીતલો સુનીલભાઈ બારીયા પટેલ સામે જામનગર સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 308(5) મુજબ, જામનગર સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતાની કલમ 262, 61(2) મુજબ તથા જામનગર સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 309, 309(6) વિગેરે મુજબના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આમ, પોલીસ જાપ્તામાંથી નાસી ગયેલા આરોપીને એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી માટે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.